ભાવનગરના હાદાનગર વિસ્તારમાં પ્લોટમાં ભાગ માંગટી બહેન અને ભાણકી ઉપર ભાઈ,ભાભી સહિત પાંચ શખ્સે માર મારતા ઇજાગ્રસ્ત માતા પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના હાદાનગર વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટી ૨ માં રહેતા વસંતબેન હિંમતભાઈ ડાભી એ એના પિતા હયાત હતા ત્યારે રૂ.૩૦ હજાર આપ્યા હતા, જે પૈસા ન આપે ત્યાં સુધી પ્લોટમાં તેનો ભાગ રહેશે એમ તેના પિતાએ જણાવ્યું હતું. આ મામલે વસંતબેન એના ભાઈ જીતુભાઈ પાસે અવારનવાર ભાગ માંગતા જીતુભાઈએ કોર્ટમાં કેસ કર્યો હતો.
ગઈ કાલે લગ્ન પ્રસંગમાં ભાભી સાથે ઝઘડો થતા વસનબેન ઘરે પરત આવી ગયા હતા ત્યારે તેનો ભાઈ જીતુભાઇ,ભાભી ડિમ્પલબેન,ભાઈનો દીકરો રાહુલ અને જીતુભાઇના સાળા પ્રવીણ અને પ્રકાશે આવીને વસનબેનને પાઇપ ફટકાર્યો હતો તેમજ તેની દીકરી નયનાબેન ઉપર ઇટના છુટા ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે વસનબેને ભાઈ,ભાભી સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે.