ભાવનગરના નારી ગામ નજીક પસાર થઈ રહેલી કારને પાછળથી આવી રહેલા ટ્રકે ટલ્લો મારતા કારને વ્યાપક નુકસાન થયું હતું. અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ભાસ્કરભાઈ જાશી તેમના માતા ગીતાબેન અને મિત્ર મારુતિભાઈ મકવાણા તેમની મર્સિડીઝ કાર નં. જી.જે.૦૧ ડબલ્યુ.ડી. ૦૬૬૪ લઈને લૌકિક કામે ભાવનગર આવી રહ્યા હતા તે દરમિયાન ભાવનગર નજીકના નારી ગામ નજીક રિલાયન્સ પેટ્રોલ પાસે પાછળથી આવી રહેલા ટ્રકે કારના પાછળના ભાગે ટલ્લો મારી ટ્રક નં. જી.જે.૦૪ વી. ૨૯૨૪ નો ચાલક ટ્રક હંકારી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી, પરંતુ કારના પાછળના ભાગનો દરવાજા,બોડી તેમજ કાચને વ્યાપક નુકસાન થયેલ હોય સુનિલભાઈ ભાસ્કરભાઈ જાશીએ ટ્રકના ચાલક વિરુદ્ધ અકસ્માત કરી કારમાં આશરે પાંચ લાખનું નુકસાન કરી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.