અમેરિકામાં સર્જાયેલી બેંકીંગ કટોકટી હવે યુરોપમાં પહોંચી છે અને સ્વીટઝરલેંડની બેંક ક્રેડીટ સુઈસ પર સંકટના વાદળો છવાઈ ગયા છે અને આ બેંક અંગે માર્કેટમાં જબરુ તોફાન જેવા અહેવાલ બાદ તેના શેરનું ટ્રેડીંગ રોકી દેવુ પડયું હતું જે ગઈકાલે 25 ટકા તુટયો હતો.
એક તરફ આ બેંકના નબળા પડવાના અહેવાલ બાદ તુર્ત જ સાઉદી નેશનલ બેંક દ્વારા હવે ક્રેડીટ સુઈસમાં વધુ નાણાં રોકવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. 8 માર્ચ બાદ યુરોપીયન બેંક ઈન્ડેકસમાં 127.08 ડોલરનો ઘટાડો થયો છે. સાઉદી નેશનલ બેંક એ ક્રેડીટ સુઈસમાં સૌથી મોટા રોકારકાર છે. ગઈકાલના એક રિપોર્ટ મુજબ લાંબા સમયથી ક્રેડીટ સુઈસમાં આંતરિક રીતે ગડબડ ચાલતી હતી.
ક્રેડીટ સુઈસની આ કટોકટી પાછળ જે રીતે બોન્ડના ભાવમાં મોટા કડાકા થયા છે તેને કારણ ગણવામાં આવે છે. લાંબા સમયથી સ્વીટઝરલેંડની આ બેંકમાં આંતરિક કટોકટી સર્જાતી હતી અને ફ્રાંસની બેંકોએ પણ હવે આ બેંકને મદદનો ઈન્કાર કરી દીધો છે. જો કે સ્વીસ નેશનલ બેંકે 54 બીલીયન ડોલરની મદદ આપવાની જાહેરાત કરી છે.