Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

BCCI Annual Contract List: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર, જાડેજા-હાર્દિકને પ્રમોશન, કેએલ રાહુલને લાગ્યો આંચકો

cradmin by cradmin
2023-03-27 17:10:59
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની વાર્ષિક કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્રમોટ કરવામાં આવ્યો છે અને હવે તે ‘એ પ્લ્સ’  ગ્રેડમાં આવી ગયો છે. અને કેએલ રાહુલને ‘એ’ ગ્રેડમાંથી ડીમોટ કરીને ‘બી’ ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. BCCIએ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા આપી છે.

કેપ્ટન રોહિત શર્મા, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, ઈજાનો સામનો કરી રહ્યા છે, તેમણે ‘એ પ્લ્સ’  ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે રવિન્દ્ર જાડેજાના આગમનથી આ ગ્રેડમાં સામેલ ખેલાડીઓની સંખ્યા ચાર થઈ ગઈ છે. આ ચાર ખેલાડીઓને ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 સુધી 7 કરોડ રૂપિયા મળશે.

હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઋષભ પંત અને અક્ષર પટેલનો ગ્રેડ ‘એ’ માં સમાવેશ કરવામાં આવ્યો છે. અક્ષર પટેલ પહેલા ‘બી’ ગ્રેડમાં હતો અને હાર્દિક પંડ્યા ‘સી’ ગ્રેડમાં હતો, પરંતુ હવે તેને બઢતી આપવામાં આવી છે. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ગ્રેડ ‘બી’ નો ભાગ છે. આ વખતે શુભમન ગિલને પણ પ્રમોટ કરવામાં આવ્યો છે.

‘બી’ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને 3 કરોડ રૂપિયા મળવાના છે. ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ અને વિકેટ કીપર બેટ્સમેન કેએસ ભરત ગ્રેડ ‘સી’ નો ભાગ છે અને તેમને 1 કરોડ રૂપિયા મળશે. ભરત, ઈશાન કિશન અને અર્શદીપ સિંહને પ્રથમ વખત કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.

આ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતા

ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે હવે કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી. રહાણે અને ઈશાંતને ગત સિઝનમાં ‘બી’ ગ્રેડ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, મિડલ ઓર્ડર બેટ્સમેન હનુમા વિહારી, ઓપનર મયંક અગ્રવાલ અને ઓલરાઉન્ડર દીપક ચહરને પણ બહાર કરવામાં આવ્યા છે. જો જોવામાં આવે તો આ વખતે ‘એ પ્લ્સ’ ગ્રેડમાં ચાર ખેલાડીઓ, ‘એ’ માં પાંચ, ગ્રેડ ‘બી’ માં છ અને ગ્રેડ ‘સી’ માં મહત્તમ 11 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

કેન્દ્રીય કરારના ખેલાડીઓ- ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 સુધી:

 

ગ્રેડ ‘એ પ્લ્સ’ ,વાર્ષિક રૂ. 7 કરોડ: વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ ‘એ’ ,વાર્ષિક રૂ. 5 કરોડ: હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ.

ગ્રેડ ‘બી’,વાર્ષિક રૂ. 3 કરોડ: ચેતેશ્વર પૂજારા, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ.

ગ્રેડ ‘સી’, રૂ. 1 કરોડ વાર્ષિક: ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત.

Previous Post

Potato Peel: માત્ર બટાકા જ નહીં, તમે તેની છાલમાંથી પણ ફાયદા મેળવી શકો છો, તેને ક્યારેય ડસ્ટબિનમાં ન ફેંકો.

Next Post

હજુ પણ ખત્મ નથી થઈ બેંકિંગ ક્રાઇસિસ, વધુ એક બેંક પતનની આરે, સ્ટોક તૂટ્યો!

cradmin

cradmin

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
હજુ પણ ખત્મ નથી થઈ બેંકિંગ ક્રાઇસિસ, વધુ એક બેંક પતનની આરે, સ્ટોક તૂટ્યો!

હજુ પણ ખત્મ નથી થઈ બેંકિંગ ક્રાઇસિસ, વધુ એક બેંક પતનની આરે, સ્ટોક તૂટ્યો!

ધ્યાન રાખજો / મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે મોટા સમાચાર, 31 માર્ચ સુધી નહીં કરો આ કામ તો સમજો રૂપિયા ગયા

ધ્યાન રાખજો / મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે મોટા સમાચાર, 31 માર્ચ સુધી નહીં કરો આ કામ તો સમજો રૂપિયા ગયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.