ભારત કોઈપણ પરિસ્થિતિમાં ચીન સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર
ભારત સાથેના સરહદી વિવાદને ઉકેલવા માટે ચીન કેટલું ગંભીર છે એ વિશે વિચારવાની જરૂર છે. આપણએ બધા જાણીએ છીએ કે ચીન કહે છે કંઈક અને કરે છે કંઈક. એવામાં ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર તણાવ ઉભો થયો હોય એવું લાગી રહ્યું છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કહ્યું કે LAC પર ચીનનું પ્રોટોકોલ ન માનવા અને તેનું ઉલ્લંઘન કરવું એ બંને દેશો વચ્ચે તણાવનું સૌથી મોટું કારણ છે. આ સિવાય એમને એમ પણ કહ્યું કે અમે કોઈપણ પરિસ્થિતિમાં ચીન સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
જનરલે કહ્યું કે ચીને સૈનિકોની હિલચાલ, તૈનાતી અને સૈન્ય કાર્યવાહી સંબંધિત અન્ય તૈયારીઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જ્યારે ભારપૂર્વક જણાવ્યું કે એશિયાના બે સૌથી મોટા દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાંથી સરહદ મુદ્દાને બાકાત રાખી શકાય નહીં. પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને ચીન દ્વારા LACનું અતિક્રમણ ભારત માટે ચિંતાનો વિષય છે પણ સેનાની તૈયારીઓ પૂરજોશમાં છે. સોમવારે જનરલ પાંડેએ નવી દિલ્હીમાં સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી અને સેન્ટર ફોર ચાઈના એનાલિસિસ એન્ડ સ્ટ્રેટેજી દ્વારા આયોજિત બીજા વ્યૂહાત્મક સંવાદમાં ભાગ લીધો હતો, જ્યાં એમને ચીનના સુધારા અને વિશ્વ પર તેની અસર પર વાત કરી હતી.
જનરલ પાંડેએ કહ્યું, “મને લાગે છે કે અમારા ઓપરેશનલ વાતાવરણ માટે સૌથી મહત્વપૂર્ણ પાસું વારસામાં મળેલ સરહદ વિવાદો છે. અલગ-અલગ વિચારસરણી અને મંતવ્યો અને વાસ્તવિક નિયંત્રણ રેખા અંગેના દાવાઓને કારણે વિવાદો ઉભા થતા રહે છે. અતિક્રમણ હજુ પણ તણાવનું મહત્વનું પરિબળ છે. જનરલ પાંડેએ કહ્યું કે ચીન સતત અગાઉના પ્રોટોકોલ, કરારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને LAC પર અતિક્રમણ કરી રહ્યું છે જે ભારત માટે ચિંતાનો વિષય છે.





