આજે ચૂંટણી પંચ કર્ણાટકની ધારાસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ છે. દક્ષિણના ભાજપના પ્રવેશદ્વાર જેવી આ ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ કોંગ્રેસ અને જનતાદળ (એસ)ની મજબૂત ટકકર હશે. 224 વિધાનસભા બેઠક માટે એપ્રિલના અંતમાં એક કે બે તબકકામાં મતદાનની શકયતા છે.
વર્તમાન વિધાનસભાની મુદત તા.24 મે ના રોજ સમાપ્ત થઈ છે. 2018ની ધારાસભા ચૂંટણીમાં ભાજપને 104 બેઠકો મળી હતી પણ બહુમતીથી દુર રહી ગયો હતો અને બાદમાં કોંગ્રેસ-જનતાદળ (એસ)ની સરકાર બની હતી પણ ભાજપે કોંગ્રેસમાં સેબોટેજ કરીને બી.એમ.યેદીપુરમ્મના નેતૃત્વમાં સરકાર બનાવી પણ 2 વર્ષ બાદ યેદીયુરપ્પાને ભાજપે દૂર કરીને બસવરાજ બોમ્મઈના નેતૃત્વની સરકાર બનાવી હતી જે સાથે હવે પક્ષ ચૂંટણીમાં જશે. કોંગ્રેસ પક્ષે તેના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે. 2018માં તા.27 માર્ચના ચૂંટણીની જાહેરાત થઈ હતી.