શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાનો કેસ લડવા માટે ઉચ્ચ અદાલતમાં જવું જોઈએ. તેના બદલે, તેઓ વડા પ્રધાન મોદી પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની સજા પર સ્ટે મૂકવાની અપીલ કરી નથી. આ કેવો અહંકાર છે? તમારે તરફેણ જોઈએ છે. તમે સાંસદ તરીકે ચાલુ રહેવા માંગો છો અને કોર્ટ સમક્ષ પણ જવા માગતા નથી. આ તે કેવા પ્રકારનો ઘમંડ છે?