Thursday, January 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વર્લ્ડકપની મેચ બાંગ્લાદેશમાં રમાશે તેવા PCBના દાવાની ખૂલી ગઈ પોલ

ICCએ કહ્યું, પીસીબી પ્રમુખ બાંગ્લાદેશ બોર્ડના પ્રમુખ સાથે ક્યારે વાત કરી આવ્યા તેની અમને ખબર જ નથી

cradmin by cradmin
2023-03-30 11:28:28
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આઈસીસી વન-ડે વર્લ્ડકપ-2023નું આયોજન ભારતમાં થવાનું છે. આવામાં ભારત- પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલા રાજકીય તણાવને કારણે પાકિસ્તાને વિશ્વકપના મુકાબલા ભારતની જગ્યાએ બાંગ્લાદેશમાં રમવાની માંગ કરી છે જો કે આ પ્રકારની તમામ અટકળો ઉપર આઈસીસીએ પૂર્ણવિરામ મુકતા આ માંગને હવામાં ફાયરિંગ ગણાવી દીધું છે !
આઈસીસીનો આ જવાબ એ અહેવાલો બાદ આવ્યો છે જેમાં કહેવાયું હતું કે, તાજેતરમાં જ દુબઈમાં આઈસીસી બોર્ડની બેઠક દરમિયાન પાકિસ્તાનના લીગ મુકાબલા બાંગ્લાદેશમાં રમવાને લઈને ચર્ચા થઈ હતી. આઈસીસી બોર્ડના એક સૂત્રએ જણાવ્યું કે, કોઈ નથી જાણતું કે પીસીબી પ્રમુખ નઝમ સેઠીએ બાંગ્લાદેશના સમકક્ષ નઝમુલ હસન પાપોન સાથે કોઈ અનૌપચારિક ચર્ચા કરી છે કે નહીં પરંતુ એ વાત નિશ્ચિત રીતે કહી શકાય કે સત્તાવાર રીતે આ પ્રકારની કોઈ જ ચર્ચા થઈ નથી કે પાકિસ્તાન બાંગ્લાદેશમાં રમશે. સૂત્રએ જણાવ્યું કે વિઝા હાંસલ કરવો એક એવો મુદ્દો હતો જેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને બીસીસીઆઈએ તમામ પ્રકારની મદદ કરવાનું આશ્ર્વાસન પણ આપ્યું છે.
બીસીસીઆઈએ પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યું છે કે, વિઝા હાંસલ કરવામાં કોઈ પ્રકારની સમસ્યા ઉભી થવા દેવાશે નહીં. એક મેજબાન દેશ માટે મુખ્ય વાત એ છે કે ભાગ લેનારા દરેક દેશોને સમયસર વિઝા મળી શકે. આઈસીસી તરફથી અત્યાર સુધી બાંગ્લાદેશને સહ મેજબાન તરીકે પસંદ કરવામાં આવ્યું નથી. બોર્ડના સભ્યએ એમ પણ કહ્યું કે માની લો કે પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચે છે અથવા તો ફાઈનલમાં પહોંચે છે તો શું તેઓ એવું ઈચ્છે છે કે મહત્ત્વના આ મુકાબલા ભારતની જગ્યાએ બાંગ્લાદેશમાં રમાય ?
બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓ સમજે છે કે, પીસીબી પાકિસ્તાનમાં સંપૂર્ણ એશિયા કપની મેજબાની કરવાનું દબાણ બનાવવા માટે આવું કરી રહ્યું છે જેને એક વ્યાવહારિક સમાધાનના રૂપમાં જોઈ શકાય તેમ નથી. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે, અમે સમજીએ છીએ કે આ એશિયા કપના મુદ્દાને કારણે પીસીબી દ્વારા શરૂ કરવામાં આવેલી એ પ્રકારની દબાણની રણનીતિ છે પરંતુ એશિયા કપ પણ સંયુક્ત અરબ અમીરાત અથવા કતરમાં રમાશે અને પાકિસ્તાને કદાચ પોતાની એક-બે મેચ તેના દેશમાં રમવાની રહેશે. એશિયન ક્રિકેટ પરિષદ (એસીસી)ના પ્રમુખ અને બીસીસીઆઈ સચિવ જય શાહે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત એશિયા કપ માટે પાકિસ્તાન આવી રહ્યું નથી અને આ તટસ્થ સ્થળે આયોજિત કરવામાં આવશે.

Previous Post

મોદી સ્ટેડિયમમાં યોજાશે IPL-2023ની ભવ્યઓપનિંગ સેરેમની

Next Post

H1B વિસા ધારકના જીવનસાથીને પણ નોકરીનો અધિકાર

cradmin

cradmin

Related News

ઉત્તરપ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઈ આધારિત ડેટા સેન્ટર બનશે
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઈ આધારિત ડેટા સેન્ટર બનશે

January 21, 2026
અમેરિકાથી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી : પરત ફરવું પડ્યું
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી : પરત ફરવું પડ્યું

January 21, 2026
અલવિદા અંતરિક્ષ : સુનિતા વિલિયમ્સે નાસામાંથી લીધી નિવૃત્તિ
આંતરરાષ્ટ્રીય

અલવિદા અંતરિક્ષ : સુનિતા વિલિયમ્સે નાસામાંથી લીધી નિવૃત્તિ

January 21, 2026
Next Post
H1B વિસા ધારકના જીવનસાથીને પણ નોકરીનો અધિકાર

H1B વિસા ધારકના જીવનસાથીને પણ નોકરીનો અધિકાર

નાટુ-નાટુ ગીત પર પ્રદર્શન

નાટુ-નાટુ ગીત પર પ્રદર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.