તમિલનાડુના પેરિયાકુપ્પમથી એક 9 વર્ષની બાળકીએ નજીવી બાબતે આપઘાત કરી લીધો. વિગતો મુજબ પ્રતિક્ષા નામની યુવતીએ જ્યારે તેના માતા-પિતાએ ભણવાનું કહ્યું ત્યારે તેણે આ પગલું ભર્યું હતું. આ નવ વર્ષની બાળકીને તેના પડોશીઓ ‘ઇન્સ્ટા ક્વીન’ કહેતા હતા.
પેરિયાકુપ્પમ આપઘાત કેસની વિગતો મુજબ પ્રતિક્ષાના પિતા કૃષ્ણમૂર્તિએ દીકરીને તેના સાસરિયાના ઘર પાસે રમતી જોઈ અને તેને ઘરે જઈને અભ્યાસ કરવાનું કહી ઘરની ચાવી આપી. આ પછી તેઓ બાઇકમાં પેટ્રોલ ભરવા માટે નીકળ્યા હતા અને રાત્રે લગભગ 8.15 વાગે પરત ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જોયું કે ઘર અંદરથી બંધ હતું અને તેમની પુત્રીને દરવાજો ખોલવાનું કહ્યું હતું. આ તરફ દીકરી પ્રતિક્ષાએ જવાબ ન આપ્યો, ત્યારે કૃષ્ણમૂર્તિ ગભરાઈ ગયો અને અને પાછળની બારી તોડીને અંદર જઈ અને જોયું કે, તેની પુત્રી તેના ગળામાં ટુવાલ વડે લટકતી હતી અને રડતી હતી. અફરાતફરી વચ્ચે તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી પણ કમનસીબે તેનું મોત નીપજ્યું હતું.