અમદાવાદમાં 13.50 કરોડનું 25 કિલો સોનાની લૂંટ થયાના સમાચાર આવી રહ્યાં છે. આરોપીઓ લૂંટ કરીને ફરાર થઇ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મળી રહેલી માહિતી અનુસાર, 25 કિલો સોનું બસમાં અમદાવાદથી મુંબઇ લઇ જવાઇ રહ્યું હતું, તે દરમિયાન લૂંટારૂઓએ બસ ઉભી રખાવીને લૂંટ ચલાવી હતી. આરોપીઓએ બસમાં ઘૂસીને સોનું લઇને ફરાર થઇ ગયા હતા. આ મામલે ક્રાઇમ બ્રાંચે પાંચ આરોપીઓની તપાસ હાથ ધરી છે.
આ અંગેના વધારે સમાચાર સામે આવ્યા નથી. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે, લૂંટારૂઓને પકડવા માટે પોલીસ સક્રિય થઇ ગઈ છે. આ અંગે પોલીસ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે, આગામી દિવસોમાં જ અમદાવાદના જ્વેલર્સના કર્મચારી પાસેથી બે બાઈક ચાલકો કરોડોના સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. જેમા 3 કરોડ જેટલા સોનાની લૂંટ ચલાવી હતી. શહેરના શાહપુર વિસ્તારમાંથી સાંજના સમયે આશરે 3 કરોડ જેટલી કિંમતના 6 કિલો જેટલા સોનાના દાગીના ભરેલી બેગની લૂંટનો બનાવ બન્યો હતો.




