Rules Changing 1st April 2023: 1લી એપ્રિલ દેશના દરેક નાગરિક માટે ખાસ છે. પરંતુ તેની સૌથી વધુ અસર મધ્યમ વર્ગના લોકોને થાય છે. 1 એપ્રિલ દારૂ અને સિગારેટના શોખીનો માટે ખૂબ જ મોંઘો સાબિત થવાનો છે. કારણ કે 1લી એપ્રિલથી દારૂથી લઈને સિગારેટ, ટોલ ટેક્સ દરેક વસ્તુના ભાવમાં વધારો થશે. જેની સીધી અસર મધ્યમ વર્ગના લોકોને થશે. આ સિવાય અન્ય ઘણી જરૂરી વસ્તુઓ પણ મોંઘી થવાની સંભાવના છે. આપને જણાવી દઈએ કે, બજેટ સત્ર દરમિયાન નાણાકીય સંબંધિત નિયમોની જાહેરાત કરવામાં આવી હતી. 1લી એપ્રિલથી જ તમામ નિયમો લાગુ થવા જઈ રહ્યા છે.
સિગારેટ-દારૂ મોંઘી થશે
આપને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા બજેટ દરમિયાન સિગારેટ, દારૂ, છત્રી વગેરે જેવી વસ્તુઓની આયાત પર એક્સાઈઝ ડ્યુટી વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવશે. જે બાદ સિગારેટ અને દારૂ સહિત અનેક વસ્તુઓના ભાવ વધશે. એટલું જ નહીં રસોડાની ચીમની, સોનું, ચાંદી, પ્લેટિનમ, એક્સ-રે મશીન વગેરેની કિંમતો પણ 1 એપ્રિલથી વધશે.
એલપીજી સિલિન્ડર મોંઘુ થઈ શકે છે
એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા દર મહિનાની પહેલી તારીખે કરવામાં આવે છે. આ 1 એપ્રિલે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા કિંમતમાં વધારો કરવામાં આવી શકે છે. આ પહેલા 1 માર્ચે કંપનીઓએ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. જે બાદ દિલ્હીમાં તેની કિંમત વધીને 1103 રૂપિયા થઈ ગઈ હતી. અગાઉ તે 1053 રૂપિયામાં ઉપલબ્ધ હતું. સંભાવના છે કે ઓઈલ કંપનીઓ આ વખતે પણ સિલિન્ડરના દરમાં વધારો કરી શકે છે.
આ વસ્તુ થશે સસ્તી
1 એપ્રિલથી, વસ્તુઓની કિંમતો માત્ર વધી રહી નથી, પરંતુ સસ્તી પણ થઈ રહી છે. એલઇડી ટીવી, મોબાઇલ ફોન, મોબાઇલ કેમેરા, ઇલેક્ટ્રીક વાહનો વગેરે જેવી વસ્તુઓ પણ સસ્તી થશે. આ સિવાય લિથિયમ આયન બેટરીમાં વપરાતા સેલ અને સાઈકલ પણ સસ્તી થશે.