Meta Blue Verification Charge in India: ટ્વિટર બાદ હવે ફેસબુકની પેરન્ટ કંપની મેટા ભારતમાં બ્લુ વેરિફિકેશન માટે ચાર્જ લેવા જઈ રહી છે. એલોન મસ્કના બ્લુ ટિક પ્લાનથી પ્રેરિત થઈ મેટાએ આ વર્ષે ફેબ્રુઆરી દરમિયાન આ માટે ચાર્જ લેવાનું આયોજન કર્યું હતું.
મેટા બ્લુ ટિક વેરિફિકેશન ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ન્યુઝીલેન્ડમાં પહેલેથી જ રોલઆઉટ કરવામાં આવ્યું છે. મેટા આ દેશોમાં દર મહિને 11.99 ડોલર ચાર્જ કરી રહ્યું છે. હવે મેટા તેને ભારતમાં રજૂ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં ભારતીય યુઝર્સને પણ પેમેન્ટ કરવું પડી શકે છે.
ભારતમાં કેટલો ચાર્જ વસૂલવામાં આવશે
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મેટા વેરિફાઈડ માટે ભારતીય યુઝર્સને મોબાઈલ માટે દર મહિને 1,450 રૂપિયા ચૂકવવા પડશે અને વેબ એક્સેસ વેરિફિકેશન માટે ભારતીય યુઝર્સને દર મહિને 1,099 રૂપિયા ચૂકવવા પડશે. બ્લુ ટિક ફેસબુકની સાથે ઈન્સ્ટાગ્રામ પર પણ આપવામાં આવશે. તેને બહુવિધ લેવલની સિક્યોરિટી સાથે જોડવામાં આવશે.
વેરિફિકેશનને લઈ મેટાનો શું છે પ્લાન
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મેટા તેના માટે ચાર્જ લેવાની સાથે જ બ્લુ ટિક પ્રોવાઇડ કરાવશે. જો કે, વેરિફિકેશન માટે યુઝર્સને સરકારી આઈડી આપવી પડશે. આની મદદથી ફેસબુક (Facebook) અને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર બ્લુ ટિકની સુવિધા આપવામાં આવશે. આ સિવાય મેટા વેરિફાઈડ સબસ્ક્રિપ્શન યુઝર્સને ઈન્સ્ટન્ટ યુઝર્સ યુઝર્સ સેફ્ટી પ્રોવાઇડ કરશે અને વધુ રીચ આપશે. જો કે, આ સર્વિસ હજુ પણ પુખ્ત વયના લોકો માટે હતી, 18 વર્ષથી ઓછી અને બિઝનેસ યુઝર્સને આપવામાં આવી ન હતી.
બીટા ટેસ્ટિંગ કરી રહ્યું છે મેટા
મેટા વેરિફિકેશન હાલમાં બીટા ટેસ્ટિંગમાં ચાલી રહ્યું છે. મેટા વેબસાઈટ પર ફોર્મ સબમિટ કરીને યુઝર્સ હવે મેમ્બરશિપ માટે વેઈટીંગ લિસ્ટમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન બેઝ્ડ સર્વિસ ભારતમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. iOS માટે તેની કિંમત 900 રૂપિયા અને એન્ડ્રોઇડ માટે 650 રૂપિયા છે.