અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વિવિધ પ્રકારના વાહનનો માટે ટોલ ટેક્સમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ટોલના ભાવમાં વધારો થતા હવેથી કાર, જીપ, વાન અને LMV (લાઈટ મોટર વ્હિકલ) પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્ષ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે. અમદાવાદથી નડિયાદની સીંગલ ટ્રીપ માટે રૂ. 65 અને રીટર્ન ટ્રીપના રૂ. 95 થશે. અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ રૂ. 85 અને રીટર્ન ટ્રીપ રૂ. 125 થશે. ઉલ્લખનીય છે આ ભાવ વધારાની જાહેરાત IRB કંપની દ્વારા કરવામાં આવી છે