મર્ડર કેસના અને જમીન કૌભાંડનો આરોપી જયેશ પટેલ એપ્રિલ 2018માં જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયો હતો. જયેશ મૂળજીભાઇ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ઝડપી લેવા ભારતે પણ અનેક કવાયત કરી હતી. મહત્વનું છે કે, જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડમાં જયેશ પટેલનું નામ મોખરે છે. જયેશ પટેલ સામે અલગ અલગ કેસમાં અત્યાર સુધી લગભગ 40થી વધુ ફરિયાદ નોંધાયેલી છે. જયેશ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાના કેસમાં ફરાર હતો. આ દરમિયાન 2 વર્ષ પહેલા તેની સામે લંડનમાં બોગસ પાસપોર્ટ ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અહી નોંધનીય છે કે, જયેશ પટેલનો ઓરીજનલ પાસપોર્ટ જામનગર કોર્ટમાં જમા છે. જેથી તેબોગસ પાસપોર્ટના આધારે લંડન પહોંચ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.