જામનગરના વકીલ કિરીટ જોશી મર્ડર કેસના આરોપી જયેશ પટેલને લંડન કોર્ટે ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. કિરીટ જોશી મર્ડર અને જમીન કૌભાંડ કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા બાદ જેલમાં બંધ હતો. જે બાદમાં જયેશ પટેલ ભારત પરત આવે તે માટે જામનગર અને ગુજરાતની પોલીસ દ્વારા કવાયત શરૂ કરાઇ હતી. લંડન કોર્ટે જયેશ પટેલને ભારત પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. હતા. લંડનની કોર્ટ દ્વારા જયેશ પટેલને ભારત પરત મોકલવા માટે હુકમ કરવામાં આવ્યો છે. લંડનની કોર્ટમાં અનેક પુરાવા રજૂ કર્યા બાદ લંડનની કોર્ટે 300 પાનાનો ચુકાદો આપ્યો છે.
જામનગરના વકીલ કિરીટ જોશી મર્ડર કેસના આરોપી જયેશ પટેલને આગામી દિવસોમાં લંડનથી ભારત પરત લાવવામાં આવી શકે છે. અગાઉ જામનગરના વકીલ કિરીટ જોશી મર્ડર કેસના ફર આરોપી જયેશ પટેલ હાલ લંડનની જેલ બંધ છે. જોકે તેને ભારત પરત લાવવાના જામનગર અને ગુજરાત પોલીસ કવાયતમાં જ હતી. આ દરમિયાન હવે લંડનની કોર્ટે જયેશ પટેલને ભારતને સોંપાવનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, થોડાક જ દિવસોમાં લંડનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જયેશને ભારત પરત લાવવામાં આવી શકે છે.