નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આજે આઈપીએલનું સાક્ષી બનવા જઈ રહ્યું છે ત્યારે ક્રિકેટ અને બોલિવૂડ એક સ્ટેજ પર જોવા મળશે. જેમાં બોલીવૂડના કલાકારો, સિંગર્સના પરફોર્મન્સ જોવા મળશે.
અરિજિત સિંહના ગીતોથી સ્ટેડીમ ગૂંજી ઉઠશે તેમજ નેશનલ ક્રશ એવી રશ્મિકા મંદાન્ના તેમજ અન્ય એક્ટર તમન્ના ભાટિયાનો ડાન્સનો જલવો જોવા મળશે. આ સિવાય કેટરીના કૈફ અને ટાઈગર શ્રોફના નામ પણ સામે આવી રહ્યા છે. આઈપીએલમાં મેચ પહેલા આ પરફોર્મન્સ થશે. ચોગ્ગા-છગ્ગાના વરસાદ પહેલા બૉલિવૂડના પરફોર્મન્સથી દર્શકો ઝૂમી ઉઠશે.
આ ઉપરાંત મેચનો પ્રારંભ સાંજે થઈ રહ્યો છે પરંતુ દર્શકોને એ પહેલા જ 3.30 વાગ્યાથી નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં એન્ટ્રી આપવામાં આવશે. દેશ તેમજ વિદેશથી આઈપીએલની પ્રથમ મેચનો રોમાંચ જોવા માટે લોકો દૂર દૂરથી આવી ચૂક્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે છે.
પરફોર્મન્સ પહેલા અભિનેત્રીઓએ કહી આ વાત
IPLના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્નાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમાં તમન્ના સ્ટેજ પર રિહર્સલ કરતી જોવા મળે છે અને તે પોતાનો અનુભવ અને એક્સાઈટમેન્ટ શેર કરી રહી છે. રશ્મિકા મંદન્ના પણ ઘણી ખુશ દેખાઈ રહી હતી. બંનેએ કહ્યું કે એમએસ ધોની અને વિરાટ કોહલી તેમના ફેવરિટ ખેલાડી છે. IPLની મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે, પરંતુ તે પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 6 વાગે ઓપનિંગ સેરેમની યોજાશે.
આજનું સ્ટેડીયમ હાઉસફૂલ, વ્યવસ્થા સાચવવા વહેલી એન્ટ્રી
બપોરે 3.30 વાગ્યાથી લોકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. આજે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન લગભગ 1500 ડ્રોનનો ઉપયોગ આઈપીએલ 2023ની ટ્રોફીને આકાશમાં બનાવવા માટે કરાશે. 1.10 લાખથી વધુ દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું જોવા મળશે. જો કે, આજની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.