વડોદરામાં રામનવમીની શોભાયાત્રા નિમિત્તે થયેલા પથ્થરમારા મામલે પોલીસ કમિશ્નર દ્વારા SIT ની રચના કરવામાં આવી છે. ત્યારે SIT માં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનો સમાવેશ કરાયો છે.
વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહ દ્વારા DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરવામાં આવી છે. આ SIT ની ટીમમાં ACP ક્રાઇમ,ACP G ડિવિઝન અને ક્રાઇમ બ્રાંચના PIનો સમાવેશ તેમજ વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PIનો સમાવેશ કરાયો. વડોદરામાં શોભાયાત્રા દરમ્યાન કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયેલા લોકોની શોધખોળ કરી તેઓની ધરપકડ કરી હતી. ત્યારે ઝડપાયેલ 23 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. કોર્ટે 23 આરોપીઓ પૈકી 5 આરોપીઓનાં રિમાન્ડ મંજૂર કરાયા હતા. જ્યારે અન્ય 18 આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો હતો.