સંગીતમાં યુવાનોના સૌથી પ્રિય અરજીત સિંઘ અને યુવાનોના આદર્શ મહેન્દ્ર સિંઘ ધોની એક જ સ્ટેજ પર જોવા મળ્યા છે. અમદાવાદના દુનિયના સૌથી વિશાળ ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી IPL 2023નો શુભારંભ થઈ ચૂક્યો છે. 31મી માર્ચે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે અહીં મેચ રમાઈ હતી જે પહેલા IPL ઓપનિંગ સેરેમનીમાં અરિજીત સિંઘ, રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયાએ પરફોર્મન્સ આપ્યું હતું.
આ દરમિયાન અરિજીત સિંઘનું ધોની પ્રત્યેનું માન સન્માન લાખો લોકોની જનમેદની વચ્ચે જોવા મળ્યું હતું. ધોની અને અરિજીતના ફેન્સ મોટી સંખ્યામાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં હાજર હતા, આ દરમિયાન અરિજીતના લાઈવ પરફોર્મન્સ બાદ ધોનીએ મેદાનમાં એન્ટ્રી કરી તો અરિજીતે લોકોના દિલ જીતી લીધા હતા. અરિજીતે ધોનીના પગ સ્પર્શ કરીને કરીને પોતાના માટે ધોની પ્રત્યે જે માન છે તેને છતું કર્યું હતું.