યુરોપિયન દેશ બેલ્જિયમમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક વ્યક્તિએ 6 અઠવાડિયા સુધી ચેટબોટ સાથે વાત કર્યા પછી આત્મહત્યા કરી છે. જે બાદ બેલ્જિયમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે સવાલો ઉભા થવા લાગ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, ચેટબોટનું નામ એલિઝા છે. આત્મહત્યા કરનાર વ્યક્તિ એલિઝા સાથે ક્લાઈમેટ ચેન્જ વિશે વાત કરતો હતો. કેટલાક અઠવાડિયા સુધી ચેટબોટ સાથે વાત કર્યા પછી, તેને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ બેલ્જિયમના વ્યક્તિએ બે વર્ષ પહેલા જ ક્લાઈમેટ ચેન્જને લઈને ચિંતા કરવાનું શરૂ કર્યું હતું. તે ડરવા લાગ્યો હતો કે જે રીતે વિશ્વ કોલસાનો ઉપયોગ કરીને પ્રદૂષણ ફેલાવી રહ્યું છે, જેનાથી ટૂંક સમયમાં જ પૃથ્વી પર ઝેરી વાયુઓ ફેલાવા લાગશે.
આત્મહત્યા કરનાર વ્યક્તિની પત્ની લા લિબર કહે છે કે તેના પતિની ‘એલિઝા’ સાથે વાત કર્યાના થોડા અઠવાડિયા પછી તેની આદત પડી ગઈ હતી. લિબર કહે છે કે એલિઝા તેના માટે ડ્રગ સમાન બની ગઈ હતી. જો તેમણે તેની સાથે આટલી વાત ન કરી હોત તો આજે મારા પતિ જીવિત હોત. આત્મહત્યાના થોડા અઠવાડિયા પહેલા આ વ્યક્તિએ ચેટબોટ સાથે વાતચીત ખૂબ જ વધારી દીધી હતી. પીટર લિબરે બેલ્જિયમના એક અખબારને જણાવ્યું હતું કે ચેટબોટ સાથે વાત કરતા પહેલા તે તેના બે બાળકો સાથે આરામદાયક જીવન જીવી રહ્યા હતા.
ચેટબોટે એક વખત પુરુષને પૂછ્યું પણ હતું કે તે તેને વધારે પ્રેમ કરે છે કે તેની પત્નીને. તેણે માણસને કહ્યું કે તેઓ સ્વર્ગમાં સાથે જીવન જીવશે. પત્ની લા લિબર કહે છે કે આત્મહત્યા પહેલા તેના પતિએ ચેટબોટને કહ્યું હતું કે તેના મગજમાં આવા વિચારો આવી રહ્યા છે. ચેટબોટે તો પણ તેમને આત્મહત્યા કરતા રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.
પરિવાર ચેટબોટ્સ પરના પ્રતિબંધોને લઈને સરકાર સુધી પહોંચ્યો
તેના પતિની આત્મહત્યા પછી, લા લિબરે બેલ્જિયમ સરકારને ચેટબોટ્સના ઉપયોગને નિયંત્રિત કરવા અને તેના પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે જેથી ભવિષ્યમાં આવું ફરી ન બને. આ સમગ્ર મામલે ડિજિટલ વિભાગના રાજ્ય સચિવ મેથ્યુ મિશેલે કહ્યું કે આ પરિવાર સાથે જે બન્યું તે ખતરનાક છે, આવી ઘટનાઓને રોકવાની જરૂર છે. જ્યારે, ચેટબોટ એલિઝા બનાવનાર કંપનીએ પણ પરિવારને વચન આપ્યું છે કે તેઓ તેને વધુ સારું બનાવશે.
ચેટબોટ શું છે
ચેટબોટ એટલે મશીન સાથે ચેટિંગ કરવું, પરંતુ આમાં તમને માણસ સાથે વાત કરવાની ફિલિંગ થાય છે. તે એક કન્વર્સેશનલ AI છે. એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેની સાથે તમે માણસની જેમ વાતચીત કરી શકો છો. એટલે કે તમે તેને કંઈપણ પૂછશો તો તે માણસોની જેમ વિગતવાર લખીને તે સવાલનો ક્રિસ્પ રીતે જવાબ આપશે. તે ખૂબ જ સચોટ હશે