Thursday, July 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

RCB Vs MI Highlights: કોહલી-ડ્યુપ્લેસિસે આરસીબીને અપાવી મોટી જીત, મુંબઇ સતત 11મી વખત પ્રથમ મેચ હાર્યું

cradmin by cradmin
2023-04-03 11:47:10
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલની 16મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઠ વિકેટે મેચ જીતી હતી. રવિવારે (2 એપ્રિલ), RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. મુંબઈએ 20 ઓવરમાં સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ 16.2 ઓવરમાં બે વિકેટે 172 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

IPL સીઝનની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ માટે કંઈ ખાસ નથી. આ વખતે પણ એવું જ થયું. મુંબઈની ટીમ સતત 11મી વખત સીઝનમાં પોતાની પ્રથમ મેચ હારી છે. તેણે છેલ્લે 2012માં જીત મેળવી હતી. બીજી તરફ RCBએ છેલ્લી છ મેચોમાં પાંચમી વખત મુંબઈને હરાવ્યું છે. RCBએ પોતાના હોમ ગ્રાઉન્ડ પર 11 મેચોમાં ત્રીજી વખત મુંબઈ સામે જીત મેળવી છે. અગાઉ 2013માં બે રને અને 2018માં 14 રનથી જીતી હતી.

કેપ્ટન ફાફ ડુપ્લેસીસ અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ ટીમને જીત અપાવી હતી. બંને અનુભવી બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. 172 રનના ટાર્ગેટનો પીછો કરતા RCBને કોહલી અને ડુપ્લેસીસ દ્વારા શાનદાર શરૂઆત અપાઈ હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. કોહલી અને ડુપ્લેસિસે 14.5 ઓવરમાં 148 રન ઉમેર્યા હતા.

ડુપ્લેસિસ 43 બોલમાં 73 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પાંચ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 169.77 હતો. આ સાથે જ કોહલીએ 49 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. વિરાટનો સ્ટ્રાઈક રેટ 167.35 હતો. ગ્લેન મેક્સવેલ બે છગ્ગાની મદદથી ત્રણ બોલમાં 12 રન બનાવીને અણનમ રહ્યો હતો. દિનેશ કાર્તિક ખાતું ખોલાવી શક્યો નહોતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી અરશદ ખાન અને કેમરૂન ગ્રીને એક-એક વિકેટ લીધી હતી.

ડાબોડી બેટ્સમેન તિલક વર્માએ 46 બોલમાં અણનમ 84 રન ફટકારીને મુંબઈ ઈન્ડિયન્સને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. મુંબઈની વિકેટ એક છેડેથી સતત પડી રહી હતી અને તિલક બીજા છેડેથી સતત રન બનાવી રહ્યો હતો. તેણે ઇનિંગના છેલ્લા બોલ પર હર્ષલ પટેલને સિક્સર ફટકારી હતી. તેની ઇનિંગની મદદથી મુંબઈએ 170 રનનો આંકડો પાર કર્યો હતો.

 

Previous Post

સાંધાના દુખાવામાં રાહત આપે છે કેપ્સિકમની મસાલેદાર ચટણી, જાણો રેસિપી…

Next Post

NPSમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં બદલાવ, હવે દરેકને આ મહત્વપૂર્ણ કામ કરવું પડશે

cradmin

cradmin

Related News

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા
તાજા સમાચાર

ખેડૂત નેતાઓ ઉપર EDનો સકંજો, યુનિયનના સુખગિલ સહિત અનેકના નિવાસસ્થાને દરોડા

July 9, 2025
છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ
આંતરરાષ્ટ્રીય

છેતરપિંડીના કેસમાં 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ

July 9, 2025
રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય
તાજા સમાચાર

રત્ન કલાકારોના બાળકોને મળશે રૂ,13,500ની શૈક્ષણિક ફી સહાય

July 9, 2025
Next Post
NPSમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં બદલાવ, હવે દરેકને આ મહત્વપૂર્ણ કામ કરવું પડશે

NPSમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં બદલાવ, હવે દરેકને આ મહત્વપૂર્ણ કામ કરવું પડશે

આ એવું ભારત નથી કે જે તેનો તિરંગો નીચો પડે તે સહન કરશે- એસ. જયશંકર

આ એવું ભારત નથી કે જે તેનો તિરંગો નીચો પડે તે સહન કરશે- એસ. જયશંકર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.