દેશમાં રામનવમીના દિને દેશના અનેક ભાગોમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા પર હુમલા બાદ ભડકેલી હિંસામાં બિહાર અને પ.બંગાળમાં હજુ પણ તોફાનો યથાવત છે. બિહારના સાસારામમાં ચોથા દિવસે પણ ચાલેલી હિંસામાં બોમ્બ વિસ્ફોટ થતા દહેશત વધી ગઈ છે અને રાજયના નાલંદામાં પણ હિંસા યથાવત રહેતા આજે શાળાઓ બંધ રાખવા તથા કલમ 144નો અત્યંત કડકાઈથી અમલ કરવાના આદેશ અપાયા છે. નાલંદા અને સાસારામમાં ઈન્ટરનેટ સેવા પણ સતત બંધ રાખવામાં આવી છે