બીજી તરફ પ.બંગાળના હાવડા બાદ હવે હુગલીમાં પણ હિંસા અને આગજનીની ઘટના બની છે તથા તેઓ ભાજપના સ્થાનિક ધારાસભ્ય પણ ઈજાગ્રસ્ત બની છે. બન્ને રાજયમાં આ હિંસાના પગલે રાજકારણ પણ શરૂ થયું છે અને ભાજપે વિપક્ષ શાસનના રાજયોમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાના આરોપ મુકયા હતા. બિહારના સાસારામમાં કોઈએ એક મકાનની દિવાલ પર દેશી બોમ્બ ફેકયો. જબરો વિસ્ફોટ સર્જતા માહોલમાં ફરી તનાવ સર્જાયો હતો. હજુ શનિવારે પણ અહી એક ઓછો શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થતા છ લોકો ઘાયલ થયા હતા.



