Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

CSK vs LSG Playing XI: લખનઉ વિરુદ્ધ ફેરફાર સાથે ઉતરી શકે છે ધોની , આવી હોઇ શકે બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

cradmin by cradmin
2023-04-03 13:01:18
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. IPL 2023માં બંને ટીમોની આ બીજી મેચ હશે. આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ચેન્નઈની ટીમ ટૂર્નામેન્ટની પ્રથમ જીત નોંધાવવા માટે મેદાનમાં ઉતરશે.

બીજી તરફ, લખનઉએ IPL 2023ની શાનદાર શરૂઆત કરી છે. કેએલ રાહુલના નેતૃત્વમાં લખનઉ સુપર જાયન્ટ્સે પહેલી જ મેચમાં દિલ્હી કેપિટલ્સને મોટા અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે લખનઉનો આત્મવિશ્વાસ ઊંચો છે અને તે ચેન્નઈ સામે સતત બીજી મેચ જીતવાના ઈરાદા સાથે ઉતરશે.

પિચ રિપોર્ટ

ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાનારી આ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ ચેન્નાઈ સુપર કિંગ્સનું હોમ ગ્રાઉન્ડ છે. બીજી તરફ અહીંની પિચની વાત કરીએ તો આ મેદાનની પિચ ખૂબ જ ધીમી છે, આવી સ્થિતિમાં અહીં સ્પિનરોનું પલડું ભારે લાગશે. CSK કેમ્પમાં એકથી વધુ સ્પિનર ​​પણ હાજર છે. આવી સ્થિતિમાં તેમને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવવું ખૂબ મુશ્કેલ હશે.

મેચ ક્યારે અને ક્યાં જોવી?

ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની આ મેચ આજે (3 એપ્રિલ) સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર વિવિધ ભાષાઓમાં કરવામાં આવશેઆ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ‘Jio Cinema’ એપ પર ઉપલબ્ધ હશે. તમે આ એપ પર આ મેચ ફ્રીમાં જોઈ શકો છો. અહીં વિવિધ ભાષાઓમાં મેચનો આનંદ માણવાનો વિકલ્પ પણ છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે/પ્રશાંત સોલંકી, એમએસ ધોની, દીપક ચહર, મિશેલ સેન્ટનર, રાજવર્ધન હેંગરગેકર

લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

કેએલ રાહુલ, કાયલ મેયર્સ, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનીસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, આયુષ બદોની/કે ગૌતમ, માર્ક વૂડ, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.

Previous Post

World Cup: વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકાના વર્લ્ડકપમાં રમવા પર ખતરો, અફઘાનિસ્તાને ક્વોલિફાય કર્યું

Next Post

RCB vs MI: કોહલી-ડ્યુપ્લેસિસનો તરખાટ, આરસીબીની જીતથી તૂટ્યા અનેક રેકોર્ડ્સ

cradmin

cradmin

Related News

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!
આંતરરાષ્ટ્રીય

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!

September 9, 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો

September 9, 2025
મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો
તાજા સમાચાર

મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો

September 9, 2025
Next Post
RCB vs MI: કોહલી-ડ્યુપ્લેસિસનો તરખાટ, આરસીબીની જીતથી તૂટ્યા અનેક રેકોર્ડ્સ

RCB vs MI: કોહલી-ડ્યુપ્લેસિસનો તરખાટ, આરસીબીની જીતથી તૂટ્યા અનેક રેકોર્ડ્સ

નાસાએ 68 વર્ષમાં પહેલીવાર પરમાણુ રોકેટ એન્જિનનું કર્યું પરીક્ષણ, દોઢ મહિનામાં જ મંગળ પર પહોંચશે માણસ

નાસાએ 68 વર્ષમાં પહેલીવાર પરમાણુ રોકેટ એન્જિનનું કર્યું પરીક્ષણ, દોઢ મહિનામાં જ મંગળ પર પહોંચશે માણસ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.