Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

RCB vs MI: કોહલી-ડ્યુપ્લેસિસનો તરખાટ, આરસીબીની જીતથી તૂટ્યા અનેક રેકોર્ડ્સ

cradmin by cradmin
2023-04-03 13:01:20
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2023ની તેમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 171 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે માત્ર 16.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ટીમ માટે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ વચ્ચે રેકોર્ડ બ્રેક ભાગીદારી નોંધાઈ હતી. બંનેએ 89 બોલનો સામનો કર્યો અને 148 રનની ભાગીદારી કરી હતી. કોહલીએ મેચના અંત સુધી 49 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા.

IPL 2023ની પહેલી જ મેચમાં વિરાટ કોહલીએ પોતાની શાનદાર ઇનિંગ રમી હતી. મુંબઈ સામે રમાયેલી આ મેચમાં કોહલીએ 49 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ  82 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગથી કિંગ કોહલીએ બતાવ્યું કે તે અત્યારે શાનદાર ફોર્મમાં છે. કોહલીએ IPLના ઈતિહાસમાં પોતાની 45મી અડધી સદી ફટકારી હતી.

આ મેચમાં કેટલાક રેકોર્ડ બન્યા

બેંગ્લોર અને મુંબઈ વચ્ચે રમાયેલી આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા હતા. આ મેચમાં મુંબઈ IPL સિઝનની શરૂઆતની મેચમાં 11મી વખત હારી ગયું હતું. આ મેચ દ્વારા RCBએ મુંબઈ ઈન્ડિયન્સ સામે છેલ્લી 6 મેચોમાં 5મી જીત મેળવી છે. કોહલી અને ફાફ ડુ પ્લેસિસે આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલના ઈતિહાસમાં પાંચમી સૌથી મોટી ભાગીદારી કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 148 રન જોડ્યા હતા. આ મેચમાં દિનેશ કાર્તિકે વિકેટકીપર તરીકે પોતાની T20 કારકિર્દીના 200 કેચ પૂરા કર્યા હતા.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટે 171 રન બનાવ્યા હતા. MI માટે તિલક વર્માએ અણનમ 85 રનની ઇનિંગ રમી હતી.  તેણે 182.61ના સ્ટ્રાઇક રેટથી 46 બોલમાં રન બનાવ્યા. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા તિલક વર્માએ ટીમને સારા ટોટલ સુધી પહોંચવામાં મદદ કરી.

આ સિવાય છઠ્ઠા નંબર પર બેટિંગ કરતી વખતે નેહલ વાઢેરાએ 13 બોલમાં 21 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સાથે જ નવમા નંબર પર બેટિંગ કરવા આવેલા અરશદ ખાને 9 બોલમાં 1 સિક્સરની મદદથી 15* રન બનાવ્યા અને ટીમના ઓપનર ઈશાન કિશને 13 બોલમાં 10 રન જોડ્યા. બાકીના બેટ્સમેનો ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. જેમાં રિતિક શોકીને 5, કેમરૂન ગ્રીને 5, ટિમ ડેવિડે 4 અને કેપ્ટન રોહિત શર્માએ 10 બોલમાં માત્ર 1 રન બનાવ્યો હતો.

આરસીબીએ એકતરફી મેચ જીતી હતી

ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી આ મેચમાં RCBએ એકતરફી જીત નોંધાવી હતી. 172 રનનો પીછો કરતા આરસીબીએ 8 વિકેટે મેચ જીતી લીધી હતી. ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી સિવાય ગ્લેન મેક્સવેલે 3 બોલમાં 2 સિક્સરની મદદથી 12 રન બનાવ્યા હતા.

Previous Post

CSK vs LSG Playing XI: લખનઉ વિરુદ્ધ ફેરફાર સાથે ઉતરી શકે છે ધોની , આવી હોઇ શકે બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

Next Post

નાસાએ 68 વર્ષમાં પહેલીવાર પરમાણુ રોકેટ એન્જિનનું કર્યું પરીક્ષણ, દોઢ મહિનામાં જ મંગળ પર પહોંચશે માણસ

cradmin

cradmin

Related News

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!
આંતરરાષ્ટ્રીય

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!

September 9, 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો

September 9, 2025
મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો
તાજા સમાચાર

મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો

September 9, 2025
Next Post
નાસાએ 68 વર્ષમાં પહેલીવાર પરમાણુ રોકેટ એન્જિનનું કર્યું પરીક્ષણ, દોઢ મહિનામાં જ મંગળ પર પહોંચશે માણસ

નાસાએ 68 વર્ષમાં પહેલીવાર પરમાણુ રોકેટ એન્જિનનું કર્યું પરીક્ષણ, દોઢ મહિનામાં જ મંગળ પર પહોંચશે માણસ

Celebrity Beauty Secrets: અભિનેત્રી જેવી બેડાઘ અને ચમકતી ત્વચા મેળવવા માંગો છો? તો જાણો આ 5 સુંદરતાના રહસ્યો

Celebrity Beauty Secrets: અભિનેત્રી જેવી બેડાઘ અને ચમકતી ત્વચા મેળવવા માંગો છો? તો જાણો આ 5 સુંદરતાના રહસ્યો

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.