અમદાવાદ પોલીસ કિરણ પટેલને શ્રીનગરથી લઈ આજે અમદાવાદ પહોંચશે. વિગતો મુજબ અમદાવાદના શહેરના સિંધુ ભવન રોડ પર સ્થિત 15 કરોડનો બંગલો પચાવી પાડવાની કેસમાં ગુનો નોંધાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ જમ્મુ પહોંચી છે, જ્યાં જમ્મુની જેલમાં બંધ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી અમદાવાદ લવાશે.