ફ્રાન્સ સરકારની 40 વર્ષની મંત્રી માર્લીન શિયાપાની ફોટો ‘પ્લેબોય’ મેગેઝીનના કવરપેજ પર છપાઈ છે, જેના કારણે હોબાળો મચી ગયો છે. જો કે, મંત્રી માર્લીન શિયાપાએ ‘કપડાની સાથે’આ મેગેઝીનના કવર પર ફોટો પ્રકાશિત કરવાના નિર્ણયનો બચાવ કર્યો છે. પરંતુ આ ઘટનાથી ફ્રાન્સના વડાપ્રધાન અને ડાબેરી ટીકાકારો સુધીનું માનવું છે કે, મંત્રી આ પ્રકારે ફોટો છપાવીને ભુલ કરી દીધી છે.
મંત્રી માર્લીન શિયાપાએ ‘પ્લેબોય’ પર ફકત પોઝ આપ્યો એટલું નથી, પરંતુ તેમણે આ સાથે મહિલાઓ તથા સમલેંગીકોના અધિકારોની સાથે-સાથે ગર્ભપાત પર વાત કરવાની સાથે વિવિધ મુદ્દા પર 12 પેજનો ઈન્ટરવ્યુ આપ્યો છે. શનિવારે માઈક્રો- બ્લોગીંગ વેબસાઈટ પર માર્લીન શિયાપાએ લખ્યું કે, ‘મહિલાઓ દરેક જગ્યાએ, દરેક સમયે પોતાના શરીર સાથે શું કરવા ઈચ્છે છે, એ અધિકારની સુરક્ષા માટે હાજર છું. ફ્રાન્સમાં મહિલાઓ સ્વતંત્ર છે… જૂનવાણી અને પાખંડીઓને ભલે ખરાબ લાગે.’
ગ્લેમર મેગેઝીન ‘પ્લેબોય’ના કવરપેજ પર પ્રકાશિત માર્લીન શિયાપાએ ડિઝાઈનર વસ્ત્રો પહેરેલી તસ્વીર અંગે કેટલાકનું માનવું છે કે, આનાથી ખોટો સંદેશ જશે. દેશની દ્વિતીય મહિલા વડાપ્રધાન એલિઝાબેથ બોર્નના સહાયકે જણાવ્યું કે, ‘વડાપ્રધાને માર્લીન શિયાપાને ફોન કરીને કહ્યું કે, આ બિલકુલ ઉચીત નથી, ખાસ કરીને વર્તમાન સમયમાં. ’પ્લેબોય’ની ફ્રેન્ચ ભાષાની આવૃતિમાં દેખાતી તસ્વીરનો બચાવ કરતા મેગેઝીનના સંપાદક જયાં ક્રિસ્ટોફ ફલોરેન્ટીને જણાવ્યું કે, ‘ફ્રાન્સ સરકારના મંત્રીઓમાં માર્લીન શિયાપા સૌથી વધુ ઉચીત હતી, કારણ કે એ મહિલા અધિકારોથી સંલગ્ન છે અને એ સમજે છે કે આ મેગેઝીન ફેમીનીસ્ટ પ્રચારનું સાધન બની શકે છે.’ હવે જોવાનું એ રહ્યું કે, આ વિવાદ વકરે છે કે શાંત પડે છે.





