ઔદ્યોગીક ક્રાંતિએ માનવ સમાજને માટે અનેક સુવિધાઓ ઉભી કરી દીધી હતી પણ આજ ઉદ્યોગોની આડ અસરથી માનવનું સ્વાસ્થ્ય ખતરામાં મુકાઈ ગયુ છે. સાયન્સ જર્નલ ‘લેન્સેટ’ના હાલમાં જ પ્રગટ થયેલા રિપોર્ટ અનુસાર વ્યાવસાયીક સંસ્થાઓ,સ્વાસ્થ્ય અને સમાજમાં સકારાત્મક યોગદાન આપી રહ્યા છે. પરંતુ હાલમાં થયેલા સંશોધન જણાવે છે કે કેટલાંક વ્યાવસાયિક ઉત્પાદનો સીધી રીતે માણસના સ્વાસ્થ્ય ખરાબ કરી રહ્યા છે. આની સાથે જ સામાજીક સ્વાસ્થ્ય અસમાનતા વધી રહી છે.દવા, સોશ્યલ મીડીયા ખનન એવા ઉદ્યોગ છે જે અપ્રત્યક્ષ રીતે લોકોનાં સ્વાસ્થ્યની સાથે રમત કરે છે.
સોશ્યલ મીડિયા ખાસ કરીને લોકોને માનસીક બિમાર બનાવી રહ્યું છે. અનેક સંશોધનો માનસીક સ્વાસ્થય પર સોશ્યલ મીડિયાની પડતા પ્રતિકૂળ પ્રભાવોની પુષ્ટિ કરે છે.અન્ય ઉદ્યોગો હંમેશા હાનીકારણ ઉત્પાદનો પ્રોત્સાહન આપવા માટે સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરે છે. સોશ્યલ મીડીયા પર કંપનીઓ દ્વારા રણનીતિ અંતર્ગત ખુદને સામાજીક જવાબદાર બનાવવામાં આવે છે. આનાથી ખાનગી જાણકારી એકત્ર કરવામાં આવે છે.તેનો ઉપયોગ કંપની દ્વારા કરવામાં આવે છે.દા.ત.ફેસબુક જેવા પ્લેટફોર્મના માધ્યમથી જંકફૂડ કંપનીઓ પોતાની ઉત્પાદનોનો પ્રચાર કરે છે.
‘લેન્સેટ’માં પ્રકાશિત ઉદ્યોગોનું સ્વાસ્થ્યમાં નકારાત્મક યોગદાન રિપોર્ટ અનુસાર આવા ઉદ્યોગો કે જેના બારામાં લોકોને લોગ છે કે આ અમારા માટે ફાયદાકારક છે અને બિન હાનીકારક છે તે પણ પરોક્ષ રીતે સ્વાસ્થ્યને અસર કરે છે. તેમાં મૂખ્યત્વે દવા, સોશ્યલ મીડિયા અને ખાણ ઉદ્યોગ સામેલ છે.
દવાઓની કિંમત વધારવા અને જરૂરી દવાઓ સુધી બધાની પહોંચ વધારવા માટે બૌદ્ધિક સંપતિના દુરૂપયોગ પુરી દુનિયામાં સામાન્ય થઈ ગયો છે.તેનું ઉદાહરણ કોરોના કાળ જોવા મળ્યુ હતું. જયારે ધનિક દેશોને કોરોનાની રસીનું સૌથી પહેલા વેચાણ થયુ હતું. એચઆઈવી માટે ઓટી રેટ્રો વાઈરલ દવાઓની કિંમત ઘટાડવાનો ઉદ્યોગ વિરોધ કરી રહ્યા હતા.તેના પરીણામે વિકાસશીલ દેશોમાં હજારો લોકો મરી ગયા હતા.કારણ કે તેમને ખરા સમયે દવાઓ નહોતી મળી. લેન્સેટ તરફથી જાહેર રિપોર્ટમાં ઉદ્યોગોનાં નફા અને આર્થિક વિકાસ પર જોર દેવાના બદલે સામાજીક લોકોના સ્વાસ્થ્ય અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રીય કરવાનું સુચન કરાયું છે.




