અમેરિકામાં વસવાટ કરવાની ઘેલછામાં ઘુસણખોરી કરવાના પ્રયાસમાં ચાર ગુજરાતીઓના મોતથી શોક છે જયારે વધુ એક ગુજરાતી પરિવારના ત્રણ સભ્યો લાપતા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગુજરાત પોલીસે ખાનગી ધોરણે તપાસ શરૂ કરી હતી. તે દરમ્યાન ગુજરાતના વધુ એક પરિવારના ત્રણ સભ્યો લાપતા હોવાનું બહાર આવ્યું છે. કેનેડા કોસ્ટ ગાર્ડ દ્વારા ડુબી મળેલી બોટના મામલે બચાવ કાર્ય ચાલુ જ રાખ્યું છે. અત્યાર સુધીમાં આઠ લોકોના મૃતદેહ મળ્યા હતા. તેમાંથી ચાર ગુજરાતના મહેસાણા જીલ્લાના વિજપુર તાલુકાના ગામના પરિવારના હતા. પ્રવિણભાઇ ચૌધરીના પત્ની દક્ષાની ભાળ પણ હજુ મળી નથી.
સુત્રોએ કહયું કે, અમેરિકામાં ઘુસવા બોટ માર્ગે જતા લોકોની સંખ્યા 8ની નહીં. પરંતુ 19 ની હતી અને તેમાંથી સાત ગુજરાતના લોકો હતા.ગુજરાતના અન્ય એક પરિવારના ત્રણ સભ્યો લાપતા છે. તેમાં એક દંપતી તથા તેના ચાર વર્ષના સંતાનનો સમાવેશ થાય છે. પ્રવિણ ચૌધરી સાથે આ પરિવાર પણ ટુરીસ્ટ વીઝા પર ગયો હતો. બે માસ કેનેડામાં રહયા બાદ અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. લાપતા પરિવાર ગાંધીનગર જીલ્લાના માણસાનો હોવાનું બહાર આવ્યું છે.




