બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ એવું કહેવાય છે હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે. કારણ કે, અહીંયા લાખો લોકોના આસ્થાના આ મંદિર પર છે. લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમાં આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહિયા વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિ હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ દાદાના દરબારમાં લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે. બુધવારના સાંજે 4:30 વાગે 54 ફુટ ઉંચી હનુમાન દાદાની મૂર્તિનું અનાવરણ પૂ. રાકેશ પ્રસાદ મહારાજ તથા સંતોના સાનિધ્યમાં કરવામાં આવશે.
54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું આજે 5 એપ્રિલના દિવસે અનાવરણ થશે. અનાવરણની સાથોસાથ ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે 10 હજારથી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે તો સંસ્થાના વડા પરમ પૂજ્ય 1008 રાકેશ પ્રકાશ દાસજીના હસ્તે મૂર્તિનું અનાવરણ થશે.
આ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિરનો ઇતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન મંદિર પ્રસાસન દ્વારા કરવામાં આવશે. હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવી છે અને આ મૂર્તિનો 30 હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે. આ સાથે આશરે 7 કિલોમીટર દૂરથી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.




