Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતની 13 નદીઓનું પાણી પીવાલાયક તો શું નહાવાલાયક પણ નથી!

નદીઓના પ્રદૂષણ અંગે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કેવી રીતે ઉદાસીન છે? - પ્રદેશ કોંગ્રેસ

cradmin by cradmin
2023-04-06 10:04:43
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતની કેટલીક નદીઓનું પાણી પીવાલાયક તો દૂર નહાવાલાયક પણ નથી. ગુજરાતની સાબરમતી, ખારી, ભાદર, અમલાખાડી, વિશ્વામિત્રી અને ઢાઢર સૌથી વધુ પ્રદૂષિત નદીઓ છે. જ્યારે મીંઢોળા, માહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપી નહીં ન્હાવાલાયક પ્રદૂષિત નદીઓના લિસ્ટમાં છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને ગુજરાતની નદીઓના પ્રદૂષણ અંગે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કેવી રીતે ઉદાસીન છે? તે અંગે જણાવ્યું હતું.
કોંગ્રેસના કહેવા પ્રમાણે, લોકસભામાં કેન્દ્ર સરકારે નદીઓનાં પ્રદૂષણ ઘટાડવા અંગે વર્ષ 2022-23માં એક પણ રુપિયો ફાળવ્યો છે. ભારતમાં 603 નદીઓમાં પાણી શુધ્ધ નથી. સમગ્ર ભારતમાં બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી સાબરમતી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, લોકસભામાં સાંસદના સવાલના જવાબમાં આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યની 25 નદીઓમાંથી 13 નદીઓના પાણી નહાવાલાયક નથી. એક સમયે નદીના પાણી પીવાલાયક હતા પણ પ્રદૂષણના લીધે હવે તે નહાવાલાયક પણ નથી રહ્યા. લોકસભાના અહેવાલ મુજબ કેન્દ્રના પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશની 603 નદીઓના પાણીની શુદ્ધતાની ગુણવત્તા તપાસવામાં આવી તે પૈકી 279 નદીઓના નીર ન્હાવાલાયક નથી. ગુજરાત રાજ્યમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 25 નદીઓના પાણીની ગુણવત્તા 64 સ્થળો ઉપર ચકાસવામાં આવી હતી.

કેવી રીતે નક્કી થાય છે નદીઓનાં પાણીની ગુણવત્તા
સાબરમતીનું વેલ્યુ સ્તર સામાન્ય કરતા 97 ઘણું વધારે છે. સંશોધનમાં ગુજરાતની 13 નદીઓ પ્રદૂષિત હોવાનું તારણ મળ્યું છે. આ માટે પાણી ગુણવત્તા તપાસવામાં આવી અને તેમાં BOD વેલ્યુ તપાસવામાં આવી હતી. BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે 3 મિલિગ્રામ પ્રતિ લીટર સુધીનું હોવું જોઈએ તો જ એ ન્હાવાલાયક ગણાય, જ્યારે સાબરમતીની BOD વેલ્યુ સ્તર 292 જેટલું આવ્યું તે સામાન્ય કરતા 97 ઘણું વધારે મળી આવ્યું છે. જ્યારે ભાદર નદીનું BOD વેલ્યુ 258.6 છે જે સામાન્ય કરતા 86 ઘણું વધારે મળી આવ્યું છે. સાબરમતી, ભાદર, ખારી, ધાડર, અમલાખાડી, વિશ્વામિત્ર, મીંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપીના નીર હવે ન્હાવાલાયક પણ નથી રહ્યાં. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022-23માં સૌથી વધુ 6 પ્રદૂષિત નદીને એકપણ રુપિયો ન ફાળવીને ગુજરાતના પર્યાવરણને તમાચો માર્યો હોય તેવું લાગે છે.

Previous Post

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આંકડાકિય સમિતિની ચૂંટણી જીતી

Next Post

સાળંગપુર ધામમાં 55 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું લોકાર્પણ

cradmin

cradmin

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
સાળંગપુર ધામમાં  55 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું  લોકાર્પણ

સાળંગપુર ધામમાં 55 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું લોકાર્પણ

મુંબઈમાં ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે.

મુંબઈમાં ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.