ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં પેટ્રોલિયમ મંત્રાલય સાથે સંબંધિત મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેથી PNG અને CNG સસ્તું થશે. કેબિનેટે નેચર ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. આ માટે 2014ની ગાઈડલાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં 2 વર્ષમાં 8.57 ડોલર જેટલો ભાવ વધ્યો છે. મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે સુધારો કરવામાં આવેલી ઘરેલું ગેસ કિંમત નિર્ધારણ માર્ગદર્શિકાને મંજૂરી આપી છે. મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ઘરેલું ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના 10% હશે. પાઈપલાઈન અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવ હવે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ પર નક્કી કરવામાં આવશે નહીં, તેને આયાતી ક્રૂડ બાસ્કેટ સાથે જોડવામાં આવશે અને દર 6 મહિનાની જગ્યાએ તેને દર મહિને રિવ્યુ કરાશે. આ નવા સુધારાથી PNG પર લગભગ 10 ટકાનો ફરક રહેશે અને સીએનજી પર લગભગ 7-9 ટકાનો ફરક આવશે.