સીએનજી અને પીએનજીના ભાવમાં ધરખમ ઘટાડા થયાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં અદાણીએ સીએનજી અને પીએનજીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હોવાની પ્રાપ્ત માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અદાણીએ સીએનજીમાં 8.13 રૂપિયાનો ઘટાડો કર્યો છે,જયારે પીએનજીમાં 5.06 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ભાવ આજ મધરાતથી અમલી બનશે
ઉલ્લેખનીય છે કે ગઇકાલે મોદી કેબિનેટે નવી ગેસ કિમતની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી હતી,આ મામલે હવે ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. કેબિનેટે ઘરેલુ કુદરતી ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાથી PNG અને CNGની કિંમતોમાં ઘટાડો થશે. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી ઠાકુરે જણાવ્યું કે, દેશનાં શહેરોમાં બંનેના ભાવમાં સામાન્ય લોકોને કેટલી રાહત મળશે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી છે કે, નવી ફોર્મ્યુલાની અસરને કારણે કિંમતોમાં ઘટાડો થશે અને દેશભરમાં CNG અને PNGની કિંમતોમાં 7 થી 10 ટકાની રાહત મળશે.
નવી ફોર્મ્યુલા હેઠળ ભારતીય ક્રૂડ બાસ્કેટને ગેસની કિંમત નક્કી કરવાનો આધાર બનાવવામાં આવશે. ભારતીય ક્રૂડ બાસ્કેટના છેલ્લા એક મહિનાના સરેરાશ ભાવને બહાર કાઢવામાં આવશે. કુદરતી ગેસની કિંમત તેના 10% જેટલી જ રાખવામાં આવશે. સરકાર કિંમતો પર મર્યાદા મૂકશે જે બે વર્ષ માટે રહેશે.






