Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Yamahaએ વ્હીકલ પોર્ટફોલિયોને કર્યો અપગ્રેડ! નવા ફીચર્સ અને કલર્સ સાથે સ્કૂટર અને બાઇક લોન્ચ

cradmin by cradmin
2023-04-08 12:01:05
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

Yamaha: જાપાની ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ Yamahaએ ભારતીય બજારમાં તેનો વ્હીકલ પોર્ટફોલિયો અપડેટ કર્યો છે. કંપનીએ તેનું પોપ્યુલર સ્કૂટર Yamaha Aerox 155 નવા અપડેટેડ એન્જિન અને ફીચર્સ સાથે માર્કેટમાં લોન્ચ કરેલું છે. આ સ્કૂટરમાં કંપનીએ ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (TCS) ફીચર સામેલ કર્યું છે, જે ફીચરમાં પહેલીવાર આપવામાં આવ્યું છે. આકર્ષક દેખાવ અને નવા ફીચર્સથી સજ્જ આ સ્કૂટરની કિંમત 1.42 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, કંપનીએ તેની R15 રેન્જ અને MT-15 જેવા મોડલને પણ અપગ્રેડ કર્યા છે.

Yamaha Aerox 155માં કંપનીએ Traction Control System (TCS)નો સમાવેશ કર્યો છે. આ ફીચર સ્કૂટરના વ્હીલસ્પીનને ઘટાડીને ડ્રાઇવિંગ કરતી વખતે વધુ સારું કંટ્રોલ આપે છે. કંપનીનો દાવો છે કે નવા અપગ્રેડ બાદ સ્કૂટરનું પરફોર્મન્સ પણ સારું રહેશે. આ ઉપરાંત આ સ્કૂટરમાં, કંપનીએ નવા E20 ફ્યુઅલને અનુરૂપ ઓન-બોર્ડ ડાયગ્નોસ્ટિક્સ (OBD-II) સિસ્ટમ સાથે એન્જિન પણ સજ્જ કર્યું છે.

સ્કૂટરનું આ નવું અપગ્રેડેડ મોડલ 155cc બ્લુ કોર એન્જિન દ્વારા ઓપરેટેડ છે જે વેરિયેબલ વાલ્વ એક્ટ્યુએશન (VVA)થી સજ્જ છે. આ લિક્વિડ-કૂલ્ડ, 4-સ્ટ્રોક, SOHC, CVT ટ્રાન્સમિશન સાથે જોડાયેલી 4-વાલ્વ મોટર 15 Ps પાવર અને 13.9 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય આ સ્કૂટરમાં હેઝાર્ડ સિસ્ટમને સ્ટાન્ડર્ડ તરીકે રજૂ કરવામાં આવી છે અને તેને નવા સિલ્વર કલર પેઇન્ટ ઓપ્શન સાથે રજૂ કરવામાં આવી છે.

Yamaha MT-15 V2
કંપનીએ MT-15 V2 બાઇકમાં નવું અપગ્રેડ પણ આપ્યું છે, તેને બે નવા કલર્સમાં રજૂ કર્યું છે, જેમાં ડાર્ક મેટ બ્લુ અને મેટાલિક બ્લેક કલરનો સમાવેશ થાય છે. આ વેરિઅન્ટના લોન્ચ સાથે કસ્ટમર પાસે બ્લૂટૂથ (Wi-Connect) સજ્જ વેરિઅન્ટ અને નોન-Wi-Connect (Wi-Connect) વેરિઅન્ટ વચ્ચે પસંદગી કરવાનો ઓપ્શન હશે. આ વેરિઅન્ટ વધારાની સુરક્ષા સુવિધાઓ, ડ્યુઅલ ચેનલ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), બહેતર પ્રદર્શન માટે ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (TCS) અને નવા રિયલ ડ્રાઇવિંગ એમિશન નોર્મ્સ (RDE) ને પહોંચી વળવા અપડેટેડ એન્જિન સાથે આવે છે.

Yamaha R15 V4 અને R15Sમાં આ અપડેટ 
તે જ સમયે, કંપનીએ તેની પોપ્યુલર R15 સીરીઝની બંને બાઈકમાં નવા અપગ્રેડ આપ્યા છે. આ બાઈકમાં ક્વિક શિફ્ટર આપવામાં આવ્યું છે. આ સિવાય આ બાઇક્સને નવા આકર્ષક રેસિંગ બ્લુ કલરમાં રજૂ કરવામાં આવી છે. Yamaha MT અને R15 સિરીઝમાં કંપનીએ 155cc ક્ષમતાનું ફોર-સ્ટ્રોક SOHC એન્જિન આપ્યું છે, જેને નવા નિયમો અનુસાર અપગ્રેડ કરવામાં આવ્યું છે.

આ એન્જિન ફ્યુઅલ ઇન્જેક્ટેડ ટેક્નોલોજીથી સજ્જ છે જે વેરિયેબલ વાલ્વ એક્ટ્યુએશન (VVA) સિસ્ટમ સાથે આવે છે. તે 6-સ્પીડ ગિયરબોક્સ તેમજ સ્લિપર ક્લચ ટેક્નોલોજી સાથે જોડાયેલું છે. આ એન્જિન 18.4PSનો પાવર અને 14.2Nmનો ટોર્ક જનરેટ કરે છે. R15Sમાં કંપનીએ રેસિંગ પ્રેરિત LCD ડિસ્પ્લે આપી છે.

Previous Post

OnePlusની આકર્ષક ઓફર, Nord Buds CE 5G ફોન સાથે ફ્રીમાં ઉપલબ્ધ, મળશે આટલું ડિસ્કાઉન્ટ

Next Post

MG Comet: આવી રહી છે આ સસ્તી ઇલેક્ટ્રિક કાર, કંપનીએ રિલીઝ કર્યું ટીઝર

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
MG Comet: આવી રહી છે આ સસ્તી ઇલેક્ટ્રિક કાર, કંપનીએ રિલીઝ કર્યું ટીઝર

MG Comet: આવી રહી છે આ સસ્તી ઇલેક્ટ્રિક કાર, કંપનીએ રિલીઝ કર્યું ટીઝર

વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા પછી જરૂર વાંચવી જોઈએ આ વ્રત કથા

વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા પછી જરૂર વાંચવી જોઈએ આ વ્રત કથા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.