Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

MG Comet: આવી રહી છે આ સસ્તી ઇલેક્ટ્રિક કાર, કંપનીએ રિલીઝ કર્યું ટીઝર

cradmin by cradmin
2023-04-08 12:01:38
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

Morris Garages (MG Motors)એ ભારતીય બજારમાં તેની નવી ઈલેક્ટ્રિક કાર Comet લૉન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કંપનીએ આ અપકમિંગ એફોર્ડેબલ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV)ના ઈન્ટિરિયરની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ટીઝર સાથે, નવા Cometના લોન્ચને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. કંપનીનું કહેવું છે કે આ આવનારી ઇલેક્ટ્રિક કારને ખાસ કરીને શહેરી વિસ્તારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે અને તે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે.

એમજી કોમેટ ઇલેક્ટ્રિક કારના આ ટીઝરમાં કારનું સ્ટીયરિંગ વ્હીલ બતાવવામાં આવ્યું છે, જે માઉન્ટેડ કંટ્રોલથી સજ્જ છે. માત્ર 13 સેકન્ડના આ ટીઝર વીડિયોમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આવનારી ઇલેક્ટ્રિક કાર નવી ટેક્નોલોજીને સપોર્ટ કરશે. તેમાં કનેક્ટિવિટી ટેક સાથે ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવશે. તેમાં 10.25-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે.

આ ટીઝરમાં પોડ કંટ્રોલ પણ બતાવવામાં આવ્યા છે, આ સિવાય સેન્ટ્રલ કન્સોલમાં હોરીઝોન્ટલ એર કંડીશન વેન્ટ્સ પણ જોઈ શકાય છે. શક્ય છે કે કંપનીને તેની કેબિનમાં પ્રીમિયમ મેટાલિક એક્સેન્ટ આપવામાં આવે. આ સિવાય આ કારના સ્ટીયરિંગ વ્હીલ, ટચસ્ક્રીન અને સેન્ટ્રલ કન્સોલ વગેરે ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધ Wuling Air EV જેવા જ લાગે છે. તમને જણાવી દઈએ કે MGની આ આવનારી ઇલેક્ટ્રિક કાર Wuling Air EV પર આધારિત છે.

કલર અને ફિચર્સ

અહેવાલો અનુસાર, કંપની આ કારને કુલ પાંચ કલર્સમાં રજૂ કરશે, જેમાં વ્હાઇટ, બ્લુ, યલો, પીંક અને ગ્રીમ કલરનો સમાવેશ થાય છે. જો કે, કંપનીએ હજુ સુધી તેના ફીચર્સ અને ટેક્નિકલ વિગતો વિશે કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ કંપનીના હાલના ઈલેક્ટ્રિક પોર્ટફોલિયોમાં તે એન્ટ્રી-લેવલની કાર હશે, તેથી શક્ય છે કે તેની ડ્રાઈવિંગ રેન્જ Zs EV કરતા ઓછી હશે.

લૂક અને ડિઝાઇનની વાત કરીએ તો તે હેચબેક કાર જેવી લાગે છે, પરંતુ તેનો બોક્સી લુક તેને અન્ય હેચબેકથી સંપૂર્ણપણે અલગ બનાવે છે. તેની લંબાઈ માત્ર 2.9 મીટર છે અને તેમાં 3 દરવાજા આપવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે બે સાઈટ ગેટ અને પાછળના ભાગે એક ટેલગેટ. કારની અંદર ચાર સીટ આપવામાં આવી છે અને કંપનીનો દાવો છે કે આ કાર તમને કેબિનમાં સારી જગ્યા આપે છે. કારને 2,010mmનો વ્હીલબેઝ મળે છે, જે કેબિનને વિશાળ બનાવવામાં મદદ કરે છે.

નામ પાછળ છુપાયેલું છે રહસ્ય

MG Comet EVના નામ વિશે, MG કહે છે કે આ આવનારી ઇલેક્ટ્રિક કારનું નામ વર્ષ 1934ના પોપ્યુલર બ્રિટિશ એરોપ્લેનથી પ્રેરિત છે, જેણે ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા મેકરોબર્ટસન એર રેસમાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે, મોરિસ ગેરેજની પરંપરા રહી છે કે તેઓ તેમના પસંદ કરેલા વાહનોના નામ બીજા વિશ્વયુદ્ધના એરક્રાફ્ટથી પ્રેરિત રાખવા, જેમ કે હેક્ટર અને ગ્લોસ્ટર વગેરે.

ડ્રાઇવિંગ રેન્જ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આ કારમાં 20-25kWh કેપેસિટીનું બેટરી પેક આપી શકે છે, શક્ય છે કે આ બેટરી Tata Autocop પાસેથી સ્થાનિક રીતે મેળવી શકાય. કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર એક જ ચાર્જમાં 200થી 300 કિલોમીટરની ડ્રાઈવિંગ રેન્જ આપી શકે છે. આમાં, કંપની સિંગલ ફ્રન્ટ એક્સલ મોટર આપશે જે 68hpનો પાવર જનરેટ કરી શકે છે.

Previous Post

Yamahaએ વ્હીકલ પોર્ટફોલિયોને કર્યો અપગ્રેડ! નવા ફીચર્સ અને કલર્સ સાથે સ્કૂટર અને બાઇક લોન્ચ

Next Post

વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા પછી જરૂર વાંચવી જોઈએ આ વ્રત કથા

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા પછી જરૂર વાંચવી જોઈએ આ વ્રત કથા

વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા પછી જરૂર વાંચવી જોઈએ આ વ્રત કથા

કરણ જોહરે દીપિકા પાદુકોણને અનુષ્કા શર્મા સામે ઉશ્કેરી, કહ્યું- તેની સાથે દોસ્તી ન કરી શકું…

કરણ જોહરે દીપિકા પાદુકોણને અનુષ્કા શર્મા સામે ઉશ્કેરી, કહ્યું- તેની સાથે દોસ્તી ન કરી શકું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.