Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સસ્તી કિંમતે સામાન વેચવાના બહાને નિવૃત પી.આઈ.સાથે રૂ.૨.૫૩ લાખની છેતરપીંડી

છેલ્લા એક માસથી ભાવનગર રહેવા આવેલા નિવૃત્ત પોલીસ અધિકારીને સી.આઈ.એસ.એફ.ના સબ ઇન્સ્પેકટર તરીકેની ઓળખ આપી ત્રણ ગઠિયાઓ કળા કરી ગયા

cradmin by cradmin
2023-04-08 17:51:58
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર તા.૮

સુરેન્દ્રનગરના વતની અને ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં છેલ્લા એક માસથી રહેતા નિવૃત પોલીસ ઇન્સ્પેક્ટરને સી.આઈ.એસ.એફ. ના સબ ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી સેકન્ડ સામાન સસ્તામાં વેચવાનો હોવાનું જણાવી સામાનની કિંમત તેમજ અલગ અલગ ચાર્જ પેટે કુલ રૂ. ૨,૫૩,૪૫૦ મેળવી લઈ નિવૃત્ત પોલીસ અધિકારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવતા નિવૃત પોલીસ અધિકારીએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરના વતની અને છેલ્લા એક માસથી શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદન સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ લાલુભા ઝાલાએ સ્થાનિક એ. ડિવિઝન પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પુત્ર ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હોય છેલ્લા એક માસથી તેઓ ભાવનગરના કાળિયાબીડ ખાતે ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. દરમિયાન મોબાઈલ ફોન નં. ૬૦૦૧૩૩૮૪૦ ના ધારકે પોતાના વોટ્સએપ ડી.પી.માં નિવૃત્ત પી.આઈ. મહેન્દ્રસિંહ ઝાલાનો ફોટો મૂકીને ઔપચારિક વાત કરી હતી અને પરિચય કેળવ્યા બાદ તેણે તેમના મિત્ર ધરમશી કે જેઓ સી.આઇ.એસ.એફ.માં નોકરી કરતા હોય અને તેની બદલી થતાં તેમનો સામાન વેચીને જવાના છે, તમેં બહારગામથી અહીં રહેવા આવ્યા છો અને તમારે સામાનની જરૂર હોય તો તમને સસ્તામાં સામાન મળી જશે તેમ કહીને ધરમશીનો મોબાઈલ નંબર આપ્યો હતો.

દરમિયાન ધરમશી એ પણ તેના મોબાઈલ ફોન નં. ૬૨૯૫૭૪૩૧૨૫ ઉપરથી ફોન કરીને પોતાની ઓળખ સી.આઇ.એસ.એફ.માં સબ ઇન્સ્પેક્ટર તરીકેની આપી અને પોતાની બદલી જમ્મુ થયેલ હોય અને ત્યાં સામાન લઈ જવો મુશ્કેલ હોય તેથી સસ્તામાં સામાન આપવાનો હોવાનું જણાવી સામાન માટે રૂ.૪૫,૦૦૦ ગુગલ પે માં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમના અધિકારીની પણ બદલી થયેલ હોય તેમનું બુલેટ મોટર સાયકલ પણ સસ્તામાં આપવાનું હોય તેના ફોટા મોકલ્યા હતા જે તેમના મિત્રને પસંદ પડતા તે માટે રૂ.૬૫,૦૦૦ ગૂગલ પે થી મોકલ્યા હતા. ત્યારબાદ અન્ય સામાન માટે પણ રૂ. ૧૫ હજાર મોકલ્યા હતા.

આ પ્રક્રિયા બાદ સામાન મોકલવા માટે તેમના કેમ્પસમાથી વાહન બહાર કઢાવવા માટે અને જી.પી.એસ. ટ્રેકર માટે તેમજ અન્ય પ્રોસિજર માટે અલગ અલગ કરી રૂપિયા કટકે કટકે અલગ અલગ રકમ ટ્રાન્સફર કરાવી કુલ રૂ. ૨,૫૩,૪૫૦ મેળવી લીધા હતા. આ પ્રોસિજરમાં આખો દિવસ પસાર થાય બાદ રાત્રે મેસેજ આવ્યો હતો કે રાત હોવાથી હવે કંપનીમાંથી ગાડી બહાર ના નીકળી શકે તેમ જણાવતા નિવૃત્ત પીએસઆઇને પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણ થતા તેમણે સાયબર ક્રાઇમ ગાંધીનગરના હેલ્પલાઇન નંબર ઉપર ફરિયાદ આપતા તેમની સૂચનાથી તેમને સ્થાનિક નિલમબાગ પોલીસ મથકમાં ત્રણ ઈસમો વિરુદ્ધ સેકન્ડમાં માલ સામાન વેચવા અંગે વિશ્વાસમાં લઈ રૂ. ૨,૫૩,૪૫૦ મેળવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous Post

નવો પ્લાન / બેંક એકાઉન્ટમાં નથી રૂપિયા તો પણ થઈ જશે પેમેન્ટ, RBIએ કરી નવી જાહેરાત

Next Post

ChatGPTની મદદથી એક વ્યક્તિને મળ્યા 17000 રૂપિયા, તો અન્ય ઘણા યુઝર્સે પણ કર્યો દાવો, જાણો આખો મામલો

cradmin

cradmin

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
ChatGPTની મદદથી એક વ્યક્તિને મળ્યા 17000 રૂપિયા, તો અન્ય ઘણા યુઝર્સે પણ કર્યો દાવો, જાણો આખો મામલો

ChatGPTની મદદથી એક વ્યક્તિને મળ્યા 17000 રૂપિયા, તો અન્ય ઘણા યુઝર્સે પણ કર્યો દાવો, જાણો આખો મામલો

આ દેશોમાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, ફ્રી કાર-હાઉસ, જાણો અન્ય ઘણી સુવિધાઓ

આ દેશોમાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, ફ્રી કાર-હાઉસ, જાણો અન્ય ઘણી સુવિધાઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.