અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરે આજે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પ્રોફેસરના ઘર પરથી મળી આવેલી એક સુસાઈડ નોટમાં પોતે કોલેજના કામના ભારણના કારણે આ પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ તેઓએ સ્યૂસાઈડ નોટમાં બે અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં પોતાના મોત બાદ અંતિમ સંસ્કાર માટે કેનેડામાં અભ્યાસ કરતા પોતાના પુત્રને બોલાવતા નહીં.
ગાંધીનગરના સેક્ટર-2/ડી ખાતે રહેતા અને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ નાનજીભાઈ શાહે આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ વાતની જાણ થતા જ તેમના પરિવારજનો દોડી ગયા હતા. તેમના પત્નીએ રૂમનો દરવાજો તોડતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા






