સલમાન ખાનને ફરી એકવાર મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા પછી મુંબઈ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સોમવારે રાત્રે 9 વાગ્યે આ ધમકીભર્યો ફોન આવ્યો હતો.
બોલિવુડના ભાઈજાનને ફરી એકવાર મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે રાત્રે એક વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરીને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે. ધમકી આપનાર વ્યક્તિએ રૉકી ભાઈ તરીકેની ઓળખ આપી છે. ધમકી મળ્યા પછી મુંબઈ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. ધમકી આપનાર વ્યક્તિ રૉકી ભાઈએ પોલીસને જણાવ્યું કે, તે જોધપુરમાં રહે છે અને ગૌરક્ષક છે. સોમવારે રાત્રે 9 વાગ્યે આ ધમકીભર્યો ફોન આવ્યો હતો.
મુંબઈ પોલીસે એક મીડિયા હાઉસને જણાવ્યું કે, આરોપી યુવક કોણ છે તે જાણ થઈ ગઈ છે. ધમકી આપનાર વ્યક્તિ રાજસ્થાનનો રહેવાસી છે અને તે સગીર હોઈ શકે છે. તેનું નામ, એડ્રેસ અને નંબર મળી ગયો છે. તેના આધાર પર પોલીસ આશંકા વ્યક્ત કરી રહી છે કે, આરોપી સગીર હોઈ શકે છે. આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારબાદ FIR કરીને પૂછપરછ કરવામાં આવશે.
			

                                
                                



