લોકો માટે ઈનરજન્સી સ્થિતિઓનો સામનો કરવો સામાન્ય વાત બની ગઈ છે. આવી સ્થિતિઓમાં મોટાભાગના લોકોને તરત સુચના મળી રહે તે ખૂબ જ જરૂરી છે. આ વાતને ધ્યાનમાં રાખતા ભારત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિયમ લાગુ થઈ ચુક્યા છે.
સરકારે ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે “Indian Wireless Telegraphy (Cell Broadcasting Service for Disaster Alerts) Rules, 2023” નામનો નિયમ જાહેર કર્યો છે. આ નિયમો હેઠળ સરકારે ફોન યુઝર્સને દેશમાં થતી આપાત સ્થિતિઓ સાથે સંબંધિત એલર્ટ આપવા માટે પ્રોત્સાહન આપ્યું છે. નિયમો અનુસાર દરેક ફોનમાં હવે ડિઝાસ્ટર એલર્ટ માટે સમર્થન હશે. જ્યારે પણ કોઈ ઈમર્જન્સી હશે તો સ્માર્ટફોન કે ફિચર ફોન કોઈ પણ એક સંદેશથી આખા વર્ગને જાગરૂત કરી શકે છે.
શું કહે છે નિયમ?
દરેક ફોન પર હિન્દી અને અંગ્રેજીમાં બ્રોડકાસ્ટ મેસેજ રિસીવિંગ જરૂરી, તે સ્માર્ટફોન હોય કે ફિચર ફોન તેના પર મેસેજ દેખાવવો જોઈએ, આવા મેસેજ માટે Light, Sound અને Vibration 30 સેકેન્ડ જરૂરી,
એલર્ટ વાળા મેસેજ ફોનમાં ઓછામાં ઓછા 24 કલાક સુધી રહેવું જોઈએ,
આ મેસેજ સ્ક્રીન પર ત્યાં સુધી રહેશે જ્યા સુધી કન્ફ્યુમર તેને જોઈને acknowledge ન કરી લે, ફોનની ફિચર લિસ્ટમાં બ્રોડકાસ્ટ માટે અલગ કેટેગરી,
એલર્ટ વાળા મેસેજ ઓડિયો મેસેજની જેમ જ સંભળાશે.






