ગુજરાતમાં કોરોનાથી સતર્ક રહેવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને ચેતવણી આપવામાં આવી છે. લોકોએ કોરોનાથી બચવા માટે પહેલાંની જેમ કેટલાંક નિયમો સ્વંયભૂ પાડવાની જરૂર છે. દવાખાનાઓમાં કોવિડના દર્દીઓ પણ વધી રહ્યાં છે જેને કારણે સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ગુજરાત સહિત દેશભરમાં હાલ H3N2 વાયરસ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
અગાઉ H1N1 કે સ્વાઈન ફ્લુએ કહર મચાવ્યો હતો અને હવે સામાન્ય રીતે પશુપંખીઓમાં રહેલ અને એવિયન એન્ફલુએન્ઝા કહેવાતો એચ૩એન૮ વેરિયેન્ટ માણસોમાં આવવાનું જોખમ સર્જાયું છે. આજે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનમાં આવો ત્રીજો કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. H1N1 ,હાલ એH3N2 પછી હવે H3N8નો ખતરો મંડરાઈ રહ્યો છે. પોલ્ટ્રી,વન્ય પંખીઓ ઉપરાંત શ્વાન,અશ્વોમાં પણ આ રોગ સામાન્ય, માણસોમાં પશુ-પંખીથી ફેલાતો હોય કોરોના જેવું જોખમ હાલ નથી. ચીનના ગુઆંગડોંગની એક ૫૬ વર્ષીય મહિલાને ગત ૨૨ ફેબુ્ર.એ આ ગંભીર ન્યુમોનિયા થતા તેને હોસ્પિટલમાં ખસેડાયેલ અને તા.૩ માર્ચે તેનું મૃત્યુ નીપજ્યું હતું.






