પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ગોળીબારમાં સેનાના ચાર જવાનોના મોત બાદ વધુ એક ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે અચાનક રાઈફલમાંથી થયેલા ફાયરિંગને કારણે અન્ય એક જવાનનું મોત થયું છે. હાલ કહેવામાં આવી રહ્યું છે કે ડ્યુટી પર રહેલા એક જવાનએ અચાનક પોતાની રાઈફલમાંથી ફાયરિંગ થયું જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
મળતી જાણકારી મુજબ જવાનની ઓળખ લઘુરાજ તરીકે થઈ છે અને મૃતક જવાનના મૃતદેહને ભટિંડાની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. જો કે આ વિશે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે આ આકસ્મિક ઘટના છે કે પછી જવાને આત્મહત્યા કરી છે.
આ મિલિટ્રી સ્ટેશન પર ગઇકાલે એટલે કે બુધવારે વહેલી સવારે ચાર સૈનિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને એ સમયે એ લોકો ભટિંડા લશ્કરી સ્ટેશનમાં તેમની બેરેકમાં સૂઈ રહ્યા હતા. આ સાથે જ હત્યારાઓની હજુ સુધી ઓળખ નથી થઈ અને હત્યાના ઘણા કારણો જાણવામાં આવી રહ્યા છે.


