Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોઈ રાહત નહીં; જંત્રી 15મીથી જ ‘ડબલ’

નવા સર્વે સુધી જંત્રીદર વધારો ઓછો રહેવાની અટકળોનો છેદ ઉડયો

cradmin by cradmin
2023-04-13 12:33:31
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગૂજરાતમાં બાર વર્ષે પ્રથમ વખત જંત્રીદરમાં વધારો કરવાના નિર્ણયનો અમલ આગામી 15 મી એપ્રિલને શનિવારથી થશે અને તેમાં કોઈ રાહત આપવામા નહિં આવે રાજય સરકારનાં પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે શનિવારથી જ નવા જંત્રીદરનો અમલ થશે અને તેમાં હવે કોઈ મુદત નહિ મળે એટલુ જ નહિં તેમાં 100 ટકાનો વધારો થશે અર્થાત વર્તમાન દર સીધો ડબલ થશે.
રાજય સરકાર દ્વારા જમીન, મકાન સહીતની સ્થાવર મિલકતોની બજાર કિંમત નકકી કરવા માટે નવી જંત્રીનો અમલ 15 મી એપ્રિલથી શરૂ કરાશે જો કે સરકારનાં દાવા મુજબ હાલને તબકકે નવી જંત્રી માટેનાં સર્વેની કામગીરી ચાલુ છે. એ કયારે પુરી થશે? અને કયારે રાજયનાં જીલ્લા, તાલૂકા, ગામવાર, વિકસીત, અધિકથિત, વિસ્તારો મુજબની વાસ્તવિક જંત્રી અમલમાં આવશે? તેના કોઈ જવાબ રાજય સરકાર પાસે નવી પરંતુ ગત 4થી ફેબ્રુઆરી 2023 ના રોજ સરકારે જે એકાએક રાજયમાં પ્રવર્તમાન જંત્રીનાં દરમાં 100 ટકાનો વધારો કર્યો હતો.
તેનાથી ખફા થયેલા વિવિધ ડેવલપર્સ એસોસીએશનો ક્રેડાઈના હોદેદારોની રજુઆતોને પગલે સરકારે, નવી જંત્રીના અમલને મોકુફ રાખીને 15 મી એપ્રિલથી તેનો અમલ કરવાની જાહેરાત કરી હતી. જેની મુદત હવે 14મીના મધરાતે પુરી થશે. એટલે રાજય સરકાર 15 મી એપ્રિલથી રાજયમાં તમામ સ્થાવર મિલકતોની લે-વેચ સહીતના વ્યવહારોમાં નવી જંત્રીનો જ અમલ કરશે. આમ છતા રાજય સરકાર દ્વારા જંત્રીનાં સર્વેના અંતે કે વચગાળાની રાહતના સ્વરૂપે કોઈ જાહેરાત કરશે એમ જરૂર મનાઈ રહ્યુ છે.
હાલના તબકકે તો સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ 14 મી એપ્રિલનાં રાતના 12 વાગ્યા સુધીમાં જે તે દસ્તાવેજો માટેની સ્ટેમ્પ ડયુટી નકકી થઈ ગઈ હોય લેનાર-વેચનારની સહીઓ થઈ જાય છે. વ્યવહારો પૂર્ણ થવામાં હોય વગેરે કિસ્સામાં 4 મહિના સુધી જુની જંત્રી અમલી રહેશે. પરંતુ કોઈ નવા વ્યવહારો નવી જુની સ્થાવર મિલકતોની ખરીદી વગેરેનાં કિસ્સામાં જો વ્યવહારો 15 મી કે બાદ હશે તો વધારા સાથે નવી જંત્રી જ લાગુ થશે.

સ્ટેમ્પ પેપર રોકડેથી લેવાનો છેલ્લો દિવસ; કાલે ઓનલાઈન મળશે
15મીથી નવી જંત્રીના અમલ પુર્વે સ્ટેમ્પ પેપર લેવાઈ જવા સહીત બાનાખત જેવા વ્યવહારો પૂર્ણ થઈ ગયા હતા તેમાં ચાર માસ જુની જંત્રીની જોગવાઈ છે. આ સંજોગોમાં સ્ટેમ્પ પેપર લેવા પણ ધસારો છે. કાલે આંબેડકર જયંતિની સતાવાર રજા હોવાથી રોકડથી આજે જ સ્ટેમ્પ પેપર લઈ શકાશે. જો કે, કાલે ઓનલાઈન મળી શકશે એટલું જ નહીં ફ્રેન્કીંગમાં પણ 10000ની મર્યાદા 15મીથી લાગુ પડવાની હોવાથી તેમાં પણ ધસારો સ્વાભાવિક છે.

Previous Post

ખતમ થઈ રહ્યો છે અલ્ટોનો જાદુ! ટોપ 10 લિસ્ટમાંથી પણ થઈ બહાર.. આ 3 કારને લોકો કરી રહ્યા છે પસંદ

Next Post

ઈતિહાસ રચાયો, નદીની નીચે દોડી મેટ્રો ટ્રેન

cradmin

cradmin

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
ઈતિહાસ રચાયો, નદીની નીચે દોડી મેટ્રો ટ્રેન

ઈતિહાસ રચાયો, નદીની નીચે દોડી મેટ્રો ટ્રેન

કોરોના કેસ 10,000ને પાર

કોરોના કેસ 10,000ને પાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.