ભારતમાં કોલકતા મેટ્રોએ નવો ઈતિહાસ રચ્યો છે. સમગ્ર ભારતમાં પ્રથમવાર ટ્રેનને નદીની અંદર બનાવાયેલી સુરંગમાં દોડાવવામાં આવી હતી. હુગલી નદીમાંથી ટ્રેન કોલકતાથી હાવડા પહોંચી હતી. ટ્રાયલ રનમાં એન્જીનીયરો તથા અધિકારીઓને જ બેસાડવામાં આવ્યા હતા. ટ્રાયલ રન સાત માસ ચાલશે. ત્યારબાદ નિયમિત સેવા શરૂ કરવાનો ટારગેટ છે. હુગલી નદીની અંદર 520 મીટરની ટનલનું અંતર 45 સેકન્ડમાં કવર થઈ શકે છે. આ રૂટ નિયમિત સફર માટે ખુલ્લો મુકાયા બાદ હાવડા દેશનું સૌથી ઉંડુ મેટ્રો સ્ટેશન બની જશે જે સપાટીથી 32 મીટર નીચે છે.




