Tuesday, March 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોરોના કેસ 10,000ને પાર

સૌથી વધુ સંક્રમણમાં દુનિયાભરમાં ભારત 3જા ક્રમે: હોસ્પીટલોમાં નિયમિત મોકડ્રીલ તથા જીનોમ સિકવન્સીંગ વધારવા મોદીની તાકીદ

cradmin by cradmin
2023-04-13 12:35:05
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતમાં કોરોનાની નવી લહેરની આશંકા હોય તેમ દૈનિક કેસોમાં ડરામણી રીતે વધારો થવા લાગ્યો છે. દોઢ વર્ષ બાદ દૈનિક કેસ 10,000ને પાર થયા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10158 નવા કોરોના કેસ નોંધાયા હતા અને તે સાથે એકટીવ કેસ વધીને 44998 થયા હતા. છેલ્લા એક સપ્તાહમાં સરેરાશ દૈનિક કેસ 5555 થયા છે જે ગત અઠવાડિયામાં 3108 હતા.
દરમ્યાન કોરોના કેસોમાં સતત વધારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ સાંજે આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને હોસ્પીટલોમાં નિયમિત મોકડ્રીલ યોજવા ઉપરાંત જીનોમ સિકવન્સીંગ વધારવા તથા નવા વેરીએન્ટ પર સતત વોચ રાખવાની સુચના આપી હતી. મહામારી ખત્મ થઈ ગયાનું માનીને હળવાશથી નહીં લેવા તથા સમગ્ર દેશમાં કોરોના સ્ટેટસને મોનીટર કરવાની તાકીદ કરી હતી.ભારતમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોનાએ ફરી રફતાર પકડી હોવાને પગલે વડાપ્રધાન દ્વારા આ બેઠક યોજવામાં આવી હતી. દરમ્યાન કોરોના સંક્રમણમાં વૃદ્ધિ તથા કોરોનાથી મોતના મામલે ભારત વિશ્વભરમાં ત્રીજા નંબરનું રાષ્ટ્ર બન્યુ છે.

સંક્રમણ હજુ 10-12 દિવસ વધશે : લોકોને ફરી માસ્ક પહેરવાની સલાહ
કોરોનાના દૈનિક કેસોમાં ચિંતાજનક વૃધ્ધિ વચ્ચે આરોગ્ય વિભાગના અધિકારીઓએ એવો નિર્દેશ કર્યો છે કે સંક્રમણમાં હજુ 10-12 દિવસ વધારો થવાની શકયતા છે. પોઝીટીવ કેસો વધવા છતાં સ્થિતિ ગંભીર નથી કારણ કે હોસ્પીટલાઇઝેશન ઘણું ઓછું છે. વર્તમાન કેસો સામાન્ય ફલુ જેવા જણાય રહ્યા છે અને તે કાયમી ધોરણે હોય જ છે. એટલું જ નહીં અમુક ક્ષેત્રોમાં જ હોવાથી તાત્કાલીક નિયંત્રણમાં આવી શકે છે. નિષ્ણાંતોએ એવી પણ સલાહ આપી છે કે સાવચેતીરૂપે ફરી માસ્કનો ઉપયોગ શરૂ કરવો જોઇએ. ખાસ કરીને અન્ય રોગ ધરાવતા લોકો તથા વૃધ્ધોની પણ ખાસ સારસંભાળ રાખવી જોઇએ. હરિયાણા, કેરળ તથા પુડુચેરીએ માસ્ક ફરજીયાત કર્યાનું ઉલ્લેખનીય છે.

Previous Post

ઈતિહાસ રચાયો, નદીની નીચે દોડી મેટ્રો ટ્રેન

Next Post

દેશમાં નવા અવસરની તક- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

cradmin

cradmin

Related News

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

જૈન હેરિટેજ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

March 31, 2026
ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો
આંતરરાષ્ટ્રીય

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

March 31, 2026
ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર 100થી વધુ મિસાઈલો ઝીંકી
આંતરરાષ્ટ્રીય

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

March 31, 2026
Next Post
દેશમાં નવા અવસરની તક- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દેશમાં નવા અવસરની તક- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર

અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.