અમદાવાદમાં કિરણ પટેલ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદનાં વેપારીએ કિરણ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં PMO ઓફિસના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી G-20 સમીટના બેનર હેઠળ હયાત હોટેલમાં ઈવેન્ટ કરી છેતરપિંડી આચરી હોવાનું કહેવામાં આવ્યું છે.
અગાઉ PMOના નકલી અધિકારી બની કાશ્મીરમાં હાઇ સિક્યુરિટી સાથે ફરી રહેલા કિરણ પટેલની અટકાયત કરાઇ છે. આ દરમિયાન હવે અમદાવાદમાં મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વેપારીએ નોંધાવેલ ફરિયાદ મુજબ કિરણ પટેલે કાશ્મીરમાં ઈવેન્ટના નામે ફ્લાઈટ અને હોટેલ બુક કર્યા હોવાનો ખુલાસો થયો છે.
વેપારીએ કિરણ પટેલ સામે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં MO ઓફિસના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી G-20 સમીટના બેનર હેઠળ હયાત હોટેલમાં ઈવેન્ટ કરી અને અમદાવાદથી શ્રીનગરની ફ્લાઈટ, લલિત હોટેલનું રૂમનું ભાડું સહિતનો ખર્ચ કરાવ્યો હોવાનું કહેવાયું છે. આ સાથે વોટ્સએપ પર PMO ઓફિસરનું વીઝીટીંગ કાર્ડ મોકલી વિશ્વાસ કેળવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે, અત્યાર સુધી કિરણ પટેલ સામે કુલ 6 પોલીસ ફરિયાદ નોંધાઈ છે.





