ઉપલેટામાં વહેલી સવારે પચહાટડી ચોકમાં અંધા ધૂંધ ગોળીબારમાં ત્રણ વ્યક્તિ ઘાયલ નજરે જોનારા ના જણાવ્યા મુજબ આઠ ગ્રાઉન્ડ ફાયરિંગ થયેલું જણાવે છે બનાવ જુની અદાવતને કારણે બન્યાનુ લોકોનું તારણ છે. પોલીસ તપાસ ચાલુ છે.
રમઝાન માસ ચાલુ હોય પંચહાટડી ચોકમાં રાત્રી દરમિયાન પણ સારી એવી ચહલ- પહલ આખી રાત હોય છે દરમિયાન આજે વહેલી સવારે રાત્રિના બે વાગ્યે બે ગેંગો સામસામે આવી જતા ઉશ્કેરાઈને આડેધડ ફાયરિંગ કરતા પંચહાટડી વિસ્તારમાં નાસભાગ મચી ગયેલ હતી દરમિયાન અંધાધુધ ગોળીબારમાં ત્રણ ચાર વ્યક્તિને ઈજા થયેલું બહાર આવેલ છે. જેમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થતા પ્રાથમિક સારવાર આપવામાં આવે જ્યારે ત્રણ વ્યક્તિ શહેરની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ થયેલ છે.
મધરાત્રે બે વાગ્યાની આજુબાજુ પંચ હાટડી ચોકમાં બે ગેંગો સામ સામે આવી જતા જૂની અદાલતને કારણે બોલા ચાલી બાદ અંધાધૂંધ ગોળીઓ છોડતા ચાર વ્યક્તિ જાવેદ સંઘવાણી મેમણ અહમદ અલી સમા અને ઇરફાન લંબા તથા અન્ય એક વ્યક્તિને ગોળી વાગતા ઉપલેટા ની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. આ બનાવની જાણ થતા પીઆઇ કે. કે. જાડેજા પોલીસ કાફલા સાથે પંચ હાટડી ચોકમાં દોડી ગયા હતા અને પરિસ્થિતિ બગડે નહીં અને ખોટી અફવાઓ ફેલાય નહીં તે બાબતને ધ્યાનમાં લઈને રાત્રે જ તાત્કાલિક બજાર બંધ કરાવી દીધી હતી આ લખાઈ છે ત્યારે પોલીસે હજુ સુધી કોઈ વિધિવત ગુનો દાખલ કરેલ નથી પરંતુ જે લોકોને ઈજા થયેલ છે તેમને પત્રકારોને જણાવેલ હતું કે આઠેક જેટલા રાઉન્ડ ફાયરિંગ થયેલ છે.
ફાયરિંગ કરનારા પાસે બે હથિયાર હતા ઘાયલ થયેલ વ્યક્તિને ફાયરિંગ કરનાર ના નામ પૂછતા તેઓએ અક્રમ સલીમ સંધિ સોયબ સલીમ સંધિ દિલાવર હીગોરા રે તમામ ઉપલેટા અને સલીમ નુર મામદ ગલ ચીખલીયા વાળા ના નામ આપેલા હતા. જોકે પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવ બનતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બનેલ હતો રમજાન માસ હોય આખી રાત્રી દરમિયાન લોકો મેળાની જેમ ફરતા હોય રાત્રે નાસભાગ મચી ગયેલી હતી






