Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડમી ઉમેદવાર કૌભાંડ: SITએ સિહોરથી બિપિન ત્રિવેદીને ઝડપી લીધો

વીડિયો વાયરલ થયા બાદ પોલીસ સતત બિપિન ત્રિવેદીની શોધખોળ કરી રહી હતી.

cradmin by cradmin
2023-04-17 10:03:14
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે SITએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે આક્ષેપ કરનાર બિપિન ત્રિવેદીની અટકાયત કરી છે. બિપિન ત્રિવેદીની સિહોરથી અટકાયત કરવામાં આવી છે. બિપિન ત્રિવેદીની અટકાયત થતાં યુવરાજસિંહ સામે આક્ષેપોનો ખુલાસો થશે.
ભાવનગર SITએ કરાઈ એકેડમીમાં PSIની ટ્રેનિંગ લેતા સંજય પંડ્યાની ધરપકડ કર્યા બાદ હવે બિપિનને સિહોરથી ઝડપી લેવામાં આવ્યો છે. સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બિપિન ત્રિવેદી છેલ્લા એક અઠવાડીયાથી શાળાએ આવ્યો નથી તેમજ સરકારી શિક્ષક હોવા છતા બિપિન ખાનગી કોચિંગ સેન્ટરમાં લેક્ચર આપતો હતો.
બિપિન ત્રિવેદીનો બે દિવસ અગાઉ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવ્યા હતા. બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.’
જોકે, યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, મુલાકાત તમામ સાથે થઈ છે. હું એવું નથી કહેતો કે હું બિપિનભાઈને ઓળખતો નથી. હું બિપિનભાઈને ઓળખું પણ છું. બિપિનભાઈની સાથે પણ મુલાકાત થઈ છે. જે તમે નામ આપ્યા તેમની સાથે પણ મુલાકાત થઈ છે. પરંતુ મુલાકાતનો મતલબ એ નથી કે કોઈ જગ્યાએ લેતી દેતી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, તેનો મુખ્ય વિસ્તાર છે દેવગડા અને જે આખુ પ્રકરણ સામે આવ્યું છે તે દેવગડાથી સામે આવ્યું છે. એટલે જોવા જઈએ કે આમાં એના સમાજના વ્યક્તિઓના નામ આવ્યા. એટલે અમુક વાતને મેન્યુપ્યુલેટ કરવા માટે, અમુક વાતને ડાયવર્ટ કરવા માટે આ ષડયંત્રો ચાલી રહ્યા છે.

Previous Post

કાળઝાળ ગરમી: પશ્ચિમ બંગાળમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ

Next Post

મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહમાં હીટ સ્ટ્રોકથી 7 લોકોના મોત,600થી વધુ હીટ સ્ટ્રોકનો ભોગ

cradmin

cradmin

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહમાં હીટ સ્ટ્રોકથી 7 લોકોના મોત,600થી વધુ હીટ સ્ટ્રોકનો ભોગ

મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહમાં હીટ સ્ટ્રોકથી 7 લોકોના મોત,600થી વધુ હીટ સ્ટ્રોકનો ભોગ

અતીક-અશરફની હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં: તપાસની માંગ

અતીક-અશરફની હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં: તપાસની માંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.