અમેરિકામાં અલાબામા રાજ્યના ડેડવિલેમાં અફઘાનિસ્તાનની જેમ જ ગોળીબારની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અલાબામા રાજ્યના ડેડવિલેમાં રવિવારે થયેલા ગોળીબારમાં છ સગીરોના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોટાભાગના સગીર છે. આ ઘટના ટીનેજરની બર્થડે પાર્ટી દરમિયાન બની હતી. એક મેદાનમાં 6 સગીરોના મૃતદેહ જોવા મળ્યા હતા. આરોપી પણ સગીર હોવાનું કહેવાય છે. જોકે હજી સુધી આરોપીની ધરપકડ કે મૃત્યુના કોઈ સમાચાર નથી.



