બોટાદ,તા.૧૭
બોટાદ રેલવે સ્ટેશનમાં ડેમુ ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચૉ જવા પામી હતી.
ડેમુ ટ્રેન બોટાદ થી સુરેન્દ્રનગર ઉપડે છે સાંજે 6 વાગે.ટ્રેન બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હોઈ ત્યારે આગ લાગી હતી.આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યુ નથી. રેલવે વિભાગના અધિકારીઓ રેલવે સ્ટેશન દોડી આવ્યા હતા આગ ઉપર કાબુ મેળવાનો પ્રયાસ શરૂ કરાયો બોટાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી. આગનુ કારણ તથા નુકશાની જાણવા મળેલ નથી.




