ઉત્તરપ્રદેશના બાહુબલી માફિયા અતીક અહેમદ અને તેના ભાઇની પોલીસ જાપ્તા વચ્ચે હત્યા કરી દેવામાં આવી છે. માફિયા અતીક અહેમદના મોતથી તેના સામ્રાજ્યનો અંત આવી ગયો છે. અતીક અહેમદ બાદ હવે યોગી સરકાર માફિયા સફાઈ અભિયાન ચલાવવા જઈ રહી છે. આ માટે 61 માફિયાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, જેના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મહોર લાગવાની બાકી છે.
સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર, યુપી પોલીસે દારૂ માફિયા, પશુ તસ્કરો, વન માફિયા, ખનીજ માફિયા, શિક્ષણ માફયા વગેરેરને ચિહ્નિત કરીને 11 પોલીસ હેડક્વાર્ટર સ્તરે માફિયાઓની યાદી બનાવી છે. આમની ગેંગને ખતમ કરવાથી લઈને તેમની 500 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે. પ્રશાંત કુમાર જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં આ યાદીમાં નામો હજુ વધી શકે છે.




