મહાઠગ કિરણ પટેલનાં વધુ એક કારસ્તાનનો ખુલાસો થવા પામ્યો છે. જમીન વેચાણ મામલે ક્રાઈમબ્રાંચમાં વધુ એક ફરિયાદ નોંધાવવા પામી છે. કિરણ પટેલે નારોલમાં જમીન વેચાણ કરીને 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. કિરણે જમીન વેચાણ કર્યા બાદ દસ્તાવેજ ન બનાવ્યો . વર્ષ 2017 માં જમીન વેચાણ કર્યા બાદ દસ્તાવેજ ન કર્યો હતો. ફરિયાદીને કિરણ પટેલે શરૂઆતમાં તમાકુનાં વેપારી તરીકે ઓળખ આપી હતી પાછળથી ફરિયાદીને PMO ના અધિકારી તરીકેની ઓળખ આપી હતી.
કિરણ પટેલનાં ઘરેથી ક્રાઈમ બ્રાન્ચને બેગ ભરીને દસ્તાવેજ મળ્યા હતા
થોડા દિવસ અગાઉ મહાઠગ કિરણ પટેલના અમદાવાદના ઘરે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે 2 કલાકની તપાસમાં એક બેગ ભરીને દસ્તાવેજ કબજે કર્યા છે. તેમજ કિરણ પટેલના બેંક એકાઉન્ટની પાસબુક અને ચેક પણ મળ્યા છે. કિરણ પટેલના નામની એક્સિસ બેકની ચેકબુક મળી છે. HDFC, બેંક ઓફ અલ્હાબાદ, BOIમાં કિરણ પટેલ એકાઉન્ટ ધરાવે છે. બંગલો પચાવી પાડવાનો હતો, તે મકાનની ચાવીઓ પણ મળી આવી છે. મકાનમાં કિરણ પટેલે કરેલી વાસ્તુ પૂજાની પત્રિકા પણ મળી છે. કિરણ પટેલે બંગલો રિનોવેશન કરવા બનાવ્યો હતો. કિરણ પટેલના બેંક એકાઉન્ટમાંથી અનેક ખુલાસા થઈ શકે છે.





